GIR SOMNATHOKHAMANDAL
ઓખા નગરપાલિકા દ્વારા ‘રિયુઝ, રીડ્યુસ, રિસાઈકલ’નો સંદેશ આપવા માનવ સાંકળ રચવામાં આવી
માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા
સ્વરછતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા જનભાગીદારી સુનિશ્ચિત કરીને સ્વરછતા તેમજ પર્યાવરણ જતન માટે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
ઓખા નગરપાલિકા દ્વારા તા.૨૬ સપ્ટેમ્બરના રોજ નગરપાલિકા વિસ્તારમાં વી. એ. હાઇ સ્કૂલ ખાતે હ્યુમન ચેઈન દ્વારા આર.આર.આર.(રિયુઝ, રીડ્યુસ, રિસાઈકલ)નો સંદેશ આપવામાં આવ્યો હતો. વધુમાં વિદ્યાર્થિઓને રીયુઝ એટલે કે પ્લાસ્ટિક થેલી/વસ્તુઓ વાપરીને ફેંકવા કરતાં એક થી વધુ વખત વપરાશમાં લો, રિડ્યુસ એટલે કે પ્લાસ્ટિક કચરો પેદા થાય તેવી વસ્તુઓનો વપરાશ ઘટાડો, રિસાઈકલ એટલે કે પ્લાસ્ટિક કચરાને ફેંકી ન દેતાં રિસાયકલ માટે આપો અને રિસાયકલ પ્લાસ્ટિકથી બનેલ વસ્તુઓ ખરીદવી એવી સમજ આપવામાં આવી હતી.