કોડીનાર ના કાજ ગામમાં આવેલ વોકેશનલ સ્કીલ ઇન્સ્ટિટ્યૂટ મુકામે આંતરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ ઉજ્વાયો.
મેરા યુવા ભારત જૂનાગઢ ગિરસોમનાથ તેમજ તાલુકા કાનુની સેવા સમિતિ કોડીનાર દ્વારા કાજ ગામમાં આવેલ વોકેશનલ સ્કીલ ઇન્સ્ટિટ્યૂટ મુકામે તાલીમાર્થીઓ વિશ્વ પર્યાવરણ દિવસ નો ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી.તેમજ તાલીમાર્થીઓ દ્વારા ચિત્રો તેમજ સ્લોગનો અને વકૃત્વ સ્પર્ધા દ્વારા પર્યાવરણ બચાવો વિષય દ્વારા પોતાનો ભાવ પ્રગટ કરવામાં આવ્યો હતો.તેમજ વૃક્ષો વાવો દેશ બચાવો ના નારા સાથે. કેમ્પસમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું.તેમજ તાલીમાર્થીઓ ને પ્રમાણપત્ર આપી તેમની કૃતિઓ ને બિરદાવવામાં આવી હતી.તેમજ 2025 ની થીમ વિશે માહિતગાર કર્યા હતા.પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને એક વૃક્ષ દતક અભિયાન વિશે સમજાવ્યું.અને દરેક તાલીમાર્થીઓ ને એક એક વૃક્ષ આપી.અને અને માત્ર વૃક્ષનું વાવેતર કરશું નહીં પણ તેનું જતન પણ કરશું.પીએલવી પ્રકાશ જે મકવાણા સંચાલક શ્રી ભરતભાઈ રાઠોડ, રામસિંગભાઈ સોસા, કરશનભાઈ વાઢેલ,હરપાલભાઈ પરમાર, જીગ્નાબેન બારડ,અલ્પાબેન સોલંકી, પૂર્વાબેન જાની,મનીષબેન ગોહિલઅલ્પાબેન,પૂર્વાબેન, કલ્પેશભાઈ, કરશનભાઈ તેમજ તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.