ભગવાન શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી ‘કૃષ્ણ: નાટ્ય કથા’ એક અદ્વિતીય નૃત્ય-નાટ્ય પ્રસ્તુત કરાઇ

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
ગુજરાત સરકારના પર્યટન વિભાગ અને ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ (IGNCA) વડોદરા પ્રાદેશિક કેન્દ્ર દ્વારા વિખ્યાત કલાકાર તેમજ પદ્મવિભૂષણ ડો. સોનલ માનસિંહ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી ‘કૃષ્ણ: નાટ્ય કથા’ એક અદ્વિતીય નૃત્ય-નાટ્ય પ્રસ્તુત કરાઇ હતી.
ભગવાન શ્રી કૃષ્ણના સંપૂર્ણ જીવનને પ્રતિબિંબિત કરતી ‘કૃષ્ણ: નાટ્ય કથા’ નિહાળી પ્રવાસીઓ તેમજ દ્વારકાવાસીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
આ તકે નાયબ કલેક્ટર શ્રી હિમાંશુ ચૌહાણ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર રાઠોડ, મામલતદાર શ્રી જે.એન.મહેતા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી પરબત હાથલિયા સહિત બહોળી સંખ્યામાં દ્વારકા વાસીઓ ઊપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભક્તિ, સંગીત અને વાર્તા કથનના અમર સ્વરૂપને જીવંત બનાવતી આ વિશેષ રજૂઆત ગુજરાતની ત્રણ ઐતિહાસિક નગરીઓમાં એક ભવ્ય યાત્રા તરીકે થશે. તેમજ તા.૨૪ ફેબ્રુઆરી રોજ સોમનાથ ખાતે આજરોજ તા.૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ રાત્રે ૮:૦૦ વાગ્યે, પ્રકાશ પથ (સોમનાથ ફેસ્ટિવલ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ ૨૪-૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ના ભાગરૂપે) યોજાશે જે દર્શકોને અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ કરાવશે.









