MORBI:મોરબીમાં ABVP દ્વારા નવનિર્માણ આંદોલનના 50 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કાર્યક્રમનું આયોજન

MORBI:મોરબીમાં ABVP દ્વારા નવનિર્માણ આંદોલનના 50 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કાર્યક્રમનું આયોજન
વિશ્વના સૌથી મોટા વિદ્યાર્થીઓના સંગઠન ABVP દ્વારા નવનિર્માણ આંદોલનને યાદ કરતો વિશાળ કાર્યક્રમ યોજાશે.
ABVP દ્વારા 50 વર્ષ પૂર્વે મોરબીની L.E. કૉલેજમાંથી શરૂ થયેલ નવનિર્માણ આંદોલનનું સુવર્ણ જયંતિ વર્ષ ઉજવાઈ રહ્યું છે. આ તકે, 20 ડિસેમ્બરે L.E. કૉલેજ ખાતે વિશાળ કાર્યક્રમ યોજાશે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે, જે 9 જુલાઈ 1949 થી વિદ્યાર્થીઓના હિત અને રાષ્ટ્રહિત માટે કાર્યરત છે. મોરબીની L.E. કૉલેજમાંથી શરૂ થયેલું નવનિર્માણ આંદોલન. નવનિર્માણ આંદોલન એ એવું આંદોલન છે કે જેને દેશની સતા પલટાવી નાખી હતી. તત્કાલીન સરકાર અને તત્કાલિન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે આ આંદોલનના કારણે રાજીનામું આપી દીધું હતું.આ અનુસંધાને, 20 ડિસેમ્બરે મોરબીની L.E. કૉલેજમાં વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં નવનિર્માણ આંદોલન અને તેના પ્રભાવની વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.










