GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર કલેકટર કચેરી સભાખંડ ખાતે તેજસ્વિની જિલ્લા પંચાયતનું આયોજન કરાયું.

તા.24/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આજે માતા પિતાની સાથો સાથ સરકાર પણ દીકરીઓની દરકાર લઈ રહી છે – જિલ્લા કલેકટર

ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે વ્હાલી દિકરીના મંજૂરી હુકમ અને દીકરી વધામણા કીટનું વિતરણ કરાયું.

દેશની દીકરીઓ પોતાના અધિકારો પ્રત્યે જાગૃત થાય તે આશયથી પ્રતિ વર્ષ 24 જાન્યુઆરીને સમગ્ર દેશમાં આંતરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઊજવવામાં આવે છે આ દિવસને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે વિધાનસભાગૃહમાં આજે તેજસ્વિની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 182 દીકરીઓ વિધાનસભાનું સંચાલન કરવાની છે જે અંતર્ગત આજે સુરેન્દ્રનગર કલેકટર કચેરી સભાખંડ ખાતે તેજસ્વિની જિલ્લા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાની બાલિકાઓએ લોકશાહી ઢબે જિલ્લા પંચાયતનું સંચાલન કર્યું હતુ જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, વિવિધ સમિતિઓના ચેરમેનોની નિમણૂક કરવામાં આવી હતી વિવિધ સમિતિઓ ના ચેરમેનોએ તેમના પ્રશ્નો જિલ્લા પંચાયત પ્રમુખ સમક્ષ રજૂ કર્યા હતા અને જિલ્લા પંચાયત પ્રમુખએ તેના સુ:ખદ સમાધાનો સૂચવ્યા હતા આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.સી.સંપટે જણાવ્યું હતું કે, બાલિકાઓમાં આત્મ વિશ્વાસ, નીડરતા, નેતૃત્વ જેવા ગુણોનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા આ આયોજન હાથ ધરવામાં આવ્યું છે આજે ગુજરાત વિધાનસભાનું સમગ્ર સંચાલન દીકરીઓ દ્વારા કરવામાં આવશે જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે આવા કાર્યક્રમોથી બાળાઓ વિધાનસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની કાર્ય પદ્ધતિથી વાકેફ થાય છે સરકારની મહિલાલક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપતા જિલ્લા કલેક્ટરએ વધુમાં ઉમેર્યું હતું કે, દીકરીઓના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો, બાલિકા સમૃદ્ધિ યોજના, શિષ્યવૃતિ યોજના, સરસ્વતી સાધના યોજના, વ્હાલી દિકરી યોજના, વિદેશ અભ્યાસ માટે સહાય જેવી વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે આજે માતા પિતાની સાથો સાથ સરકાર પણ હવે દીકરીઓની દરકાર લઈ રહી છે શિક્ષિત દીકરી એક નહિ પણ બે પરિવારોને તારે છે દીકરીઓ આપણાં સમાજનું અને દેશનું ભવિષ્ય છે વધુમાં જિલ્લા કલેક્ટરએ ઉપસ્થિત દરેક બાળાઓને સમાજ કામ માટે ઉપયોગી થઈ અને પોતાના પસંદગીના ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા શુભેચ્છાઓ પાઠવી હતી આ તકે ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે વ્હાલી દિકરીના મંજૂરી હુકમ અને દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સર્વે લોકોએ બેટી બચાવો માટેની પ્રતિજ્ઞા પણ લીધી હતી આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલ, વઢવાણ તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન, દહેજ પ્રતિબંધક અધિકારી જલ્પાબેન સહિત બાલિકાઓ ઉપસ્થિત રહી હતી આંતરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીમાં જિલ્લા કલેકટર કે.સી.સંપટની નમ્રતાના થયા દર્શન આંતરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કાર્યક્રમ બાદ બાળાઓ સાથેની મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટર કે.સી.સંપટની નમ્રતાના દર્શન થયા હતા જિલ્લા કલેકટરએ બાલિકાઓ સાથે સહજતાથી સંવાદ કર્યો હતો તેમણે બાળાઓને ક્લેક્ટર ચેમ્બરની મુલાકાત કરાવતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વહીવટી તંત્રની કામગીરી, લોકશાહીમાં ચૂંટણી અને ચૂંટાયેલા સદસ્યોની કામગીરી વિશે સમજાવતા વિસ્તૃત જાણકારી પણ આપી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!