GIR SOMNATHGIR SOMNATHKODINAR
“જાન દેંગે,જમીન નહીં દેંગે” નારા સાથે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન
સોમનાથ-કોડીનાર-છારા રેલવે લાઈન પ્રોજેક્ટને લઇ ખેડૂતોનો લઈ મોટો વિરોધ ખેડૂતોએ "જાન દેંગે,જમીન નહીં દેંગે" નારા સાથે વિરોધ દર્શાવ્યો.
ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ-કોડીનાર-છારા નવી ઔધોગિક રેલવે લાઇન ના પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે સુત્રાપાડાના વડોદરા ઝાલા ગામે મહાબળબાપાની જગ્યામાં ખેડૂત એકતા મંચના બેનર હેઠળ મોટી બેઠક યોજાઈ હતી, જેમાં વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના અસરગ્રસ્ત ગામોના મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ખેડૂત એકતા મંચના જિલ્લા પ્રમુખ રમેશ બારડના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટથી ત્રણેય તાલુકાના 30થી વધુ ગામોના લગભગ 4000 ખેડૂતોની જમીન સંપાદિત થશે. તેમાંથી 1000 થી વધુ ખેડૂતો સંપૂર્ણપણે જમીન વિહોણા બની જશે, કારણ કે મોટાભાગના ખેડૂતો ટુકડાધારા હેઠળ નાની જમીન ધરાવે છે.
વાત્સલ્ય સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ