Rajkot: માધાપર આઈ.ટી.આઈ ખાતે ફર્સ્ટ એઇડ અને રેસ્ક્યુ ટ્રેનિંગ યોજાઈ
તા.૧/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટના માધાપર સ્થિત આઈ.ટી.આઈ. ખાતે મોકડ્રીલના ભાગરૂપે રેડ ક્રોસના સૌજન્યથી ફર્સ્ટ એઇડ ટ્રેનીંગ સેશન એન.સી.સી.ના કેડેટ્સ, ગ્રામજનો તેમજ વોલન્ટીયર્સ માટે ગોઠવવામાં આવ્યું હતું.
રેડ ક્રોસ સોસાયટીના ફર્સ્ટ ટ્રેનર રહીમ દલે પ્રાથમિક સારવાર, બ્લીડિંગ, ફ્રેક્ચર, બેન્ડેજીસ રિકવરી તેમજ ખાસ સી.પી.આર.ની તાલીમ આપતા જણાવ્યું હતું કે, ઘાયલ દર્દીઓને ખૂબ જ ઝડપથી કઈ રીતે એમ્બ્યુલન્સ અથવા હોસ્પિટલ સુધી પહોંચાડવું તેમ જ આ દરમિયાન રાખવી પડતી તકેદારીઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આવા સમયે ખાસ કરીને જે લોકોને હૃદય રોગનો હુમલો આવે તેઓને cpr દ્વારા સ્થળ પર જ બચાવી શકાય છે જે અંગે સી.પી.આર.ની તાલીમ પણ પૂરી પાડવામાં આવી હતી.
એસ.આર.પી. ના ટ્રેનર જવાનો દ્વારા ડ્રોન અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. કેટલા પ્રકારના ડ્રોન હોય છે, ખાસ કરીને યુદ્ધમાં વપરાતા ડ્રોન અંગે વિસ્તારથી માહિતી આપી આવા સમયે ડ્રોન આવે ત્યારે કઈ પ્રકારે તેને ઓળખવું અને બચાવ કરવો તે અંગે માહિતી પૂરી પાડી હતી.
રાજકોટ ફાયર વિભાગ દ્વારા આગ લાગે ત્યારે કઈ પ્રકારની બચાવ સલામતી કરવી તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ફાયર ઓફિસર મોઇન શેફના જણાવ્યા મુજબ આજરોજ ગ્રામજનોને તેમજ કેડેટ્સ અને વોલન્ટીયર્સને ફર્સ્ટ એડ ફાયર ફાઈટર ટ્રેનિંગમાં કેટલા પ્રકારની આગ લાગે છે, કેટલા પ્રકારના ફાયર એક્સ્ટિંગ્યુસર હોય છે તેનો ઉપયોગ તેમજ સર્ચ એન્ડ રેસ્ક્યુનેટ ટ્રેનિંગ આપવામાં આવી હતી.
ઓપરેશન મોક ડ્રીલ અન્વયે રાજકોટ ખાતે કાર્યરત ટ્રેનિંગ સ્ટેશનની મુલાકાત લેતા કલેક્ટર શ્રી પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર તુમેરા, નિવાસી અધિક કલેકટર શ્રી એ કે ગૌતમ, આસિસ્ટન્ટ કલેકટર શ્રી મહેક જૈન, ડીસીપી ઝોન ટુ શ્રી જગદીશ બાંગારવા, ડીસીપી ક્રાઈમ શ્રી પાર્થરાજસિંહ ગોહિલ તેમજ ફાયર, રેડ ક્રોસ સોસાયટી, એસઆરપી એનસીસી સહિતના વિવિધ વિભાગના અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા.