સોમનાથ રેલવે સ્ટેશન નવીનીકરણનું કામ ગોકળગાયની ગતીએ ચાલતુ હોવાની રાવ

બે વર્ષથી બંધ રેલવે સ્ટેશનથી લોકોને હાલાકી વેરાવળથી સોમનાથ માટે મોઘા રીક્ષા ભાડાને પ્રજા પર બોજ
વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે દર્શન-યાત્રાએ અવરજવર માટે નું રેલવે વ્યવહાર નું સોમનાથ રેલવે સ્ટેશન છેલ્લા બે વર્ષથી રી-ડેવલોપમેન્ટ થતું હોવાના કારણે સાવ બંધ છે. પ્રવાસીઓને તેમજ યાત્રિકોને વેરાવળ રેલવે સ્ટેશન ઉતરી સોમનાથ આવવું પડે છે. જેમાં મો માગ્યા, આડેધડ રીક્ષા કે વાહન ભાડા ખરચીને સોમનાથ આવવું પડે છે. રેલવે સ્ટેશન નું નિર્માણ સાવ ધીમી અને ગોકળગાયગતિએ ચાલે છે. તદઉપરાંત થનારૂ રેલવે સ્ટેશન ભલે કદાચ ભવ્ય બનશે પરંતુ જયાં સુધી સોમનાથ રેલવે સ્ટેશન સુધી ડબલ ટ્રેક પાટા નહી | બિછાવાય ત્યાં સુધી રેલવે કોઈલાંબા અંતરની કે વધુ ટ્રેનો આપી શકશે નહીં. માત્ર થોડી ટ્રેન આપી કાર્ય પૂર્ણ કર્યાનો સંતોષ માની લેશે. માટે રેલવે તંત્રે આ અંગે ઘટતુ કરી યાત્રિકો માટે સુવિધા વધારવા જરૂરી છે.સોમનાથ રેલવે રીઝર્વેશન બુકીંગ બારી નજ દીક વેરાવળથી ઉપડતી-આવતી ટ્રેનોનું સમયપત્રક હિન્દી અને ગુજરાતી ભાષામાં લગાવવાની માંગ ઉઠી છે.
વાત્સલ્ય સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ





