GIR SOMNATHPORBANDARPORBANDAR CITY / TALUKOUNA

દરિયો બન્યો ગાંડોતુર, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

ગુજરાત પર હવે ફરી એકવાર કમોસમી વરસાદ અને તોફાનનો ખતરો તોળાઇ રહ્યો છે. અલગ અલગ હવામાન શાસ્ત્રી અને હવામાન વિભાગ પણ આવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાત પર તોફાની વરસાદનો પ્રહાર થઇ શકે છે. જો કે હજી સુધી આ અંગે હજી સુધી સ્થિતિ સ્પષ્ટ નથી. હવામાન વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જો કે લોકોને સતત સચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત તંત્રને પણ એલર્ટ રહેવા માટે સુચના આપવામાં આવી છે. ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોને વધારે સચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે.

ઉનાના અરબી સમુદ્ર-બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાયું છે. ઉના નવાબંદર ખાતે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. ભારે પવન અને દરિયામાં મોજાં ઉછળવાની આગાહી કરવામાં આવી છે. મેરીટાઈમ બોર્ડે માછીમારોને એલર્ટ કર્યા છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ડિપ્રેશન સક્રિય થયું છે. માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ઉના નવાબંદર અને સૈયદ રાજપરા બંદરના માછીમારોને સૂચના આપવામાં આવી છે. દરિયામાં ભારે પવન અને મોજા ઉછળવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે મેરીટાઈમ બોર્ડે ચેતવણી આપી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ડિપ્રેશન સક્રિય થયું છે. માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉના નવાબંદર અને સૈયદ રાજપરા બંદરના માછીમારોને સુચના તંત્ર દ્વારા આપવામાં આવી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ડિપ્રેશનને લઈને ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયામાં ભારે પવન અને મોજા ઉછળવાની સંભાવના લીધે તકેદારીના ભાગે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા જાણ કરવામાં આવી છે.

પોરબંદર પોર્ટ પર પણ 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. પોરબંદરના દરિયામાં જો કે હાલમાં સામાન્ય કરંટ જ જોવા મળી રહ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 35થી 40 કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે પોરબંદર પોર્ટ પર લાગ્યું ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વરસાદની આગાહીના પગલે GMB દ્વારા પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. પોરબંદર ના દરિયામાં પણ સામાન્ય કરંટ જોવા મળ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. હાલ પોરબંદર જિલ્લામાં વાતાવરણ સામાન્ય જોવા મળી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!