ગીર ગઢડા ના કોદીયા માં રાત્રિ દરમિયાન દીપડાએ બે વ્યક્તિ હુમલો કરતા એકનું મોત બીજાને ગંભીર ઇજા ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
ગીર ગઢડા તાલુકાના કોદીયા ગામે દીપડાનો આંતક
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકાના કોદીયા ગામે દીપડાનો આંતક
કોદીયા માં રાત્રિ દરમિયાન દીપડાએ બે વ્યક્તિ હુમલો કરતા એકનું મોત બીજાને ગંભીર ઇજા ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
ગીર ગઢડા તાલુકાના કોદીયા ગામે રહેતા વાઘા ભાઈ સાદુલભાઈ વાઘેલા પોતાના ઘરે ઘરની ઓસરીના ભાગમાં સૂતા હોઈ ત્યારે મોડી રાત્રે માનવ ભક્ષી દીપડા દ્વારા વાઘાભાઈ પર હુમલો કરતા વાઘા ભાઈ ને ગંભીર રીતે ઈજા પહોંચતા વાઘા ભાઈ નું મોત થયું હતું ત્યાર બાદ પરિવાર જનો તેમજ પડોસી આવી જતા બુમાં બૂમ કરતા દીપડો ભાગી ગયો હતો
ત્યાર બાદ માનવ ભાક્ષી દીપડા દ્વારા બાજુના ખેતર માં સૂતેલા બટુક ભાઈ બારૈયા પર ઘાતક હુમલો કરતા બટુક ભાઈ ને પણ ઇજા પહોંચી હતી ત્યાં પણ લોકો એ બૂમ બૂમ કરતા દીપડો નાસી છૂટયો હતો
અને ઇજાગ્રસ્ત બટુકભાઈ ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
બનાવની જાણ ફોરેસ્ટ વિભાગ ને થતા ફોરેસ્ટ વિભાગ નો સ્ટાફ ઘટના પોહચી દીપડાનો પકડવા ચક્રો ગતીમાન કર્યા છે
થોડા સમય પહેલા પણ કોદીયા ગામે એક બાળકી ને માનવ ભક્ષિ દીપડાએ ફાડી ખાધી હતી તે ઘટના ને હજી થોડાક જ મહિના થયા ત્યાં માનવ ભક્ષિ દીપડાએ કોદીયા માં આંતક મચાવતા ગામમાં ભય નું વાતાવરણ છવાયું છે