GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

માર્ગ મકાન વિભાગ ના ૨૬ જેટલા કામદારોને સળંગ નોકરી ગણી તફાવત રજાઓ,ગ્રેજ્યુઇટી ચુકવવા હાઇકોર્ટનો આદેશ

તારીખ ૧૯/૦૯/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ

પંચમહાલ જિલ્લાના જુદા જુદા તાલુકાઓ જેવા કે ગોધરા શહેરા કાલોલ હાલોલ મોરવાહડફ વિગેરેમાં ચાલતા માર્ગ અને મકાન પંચાયત વિભાગના ૨૬ જેટલા રોજમદારોને નિવૃત્તિ બાદ ચૂકવવા પાત્ર થતી રકમ ચૂકવવામાં સરકાર શ્રી તરફથી વિલંબ થતા સામુહિક કામદારોએ કાલોલ સ્થીત ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ એસ ભોઈ નો સંપર્ક કરતા ફેડરેશન દ્વારા સરકારશ્રીના જુદા જુદા વિભાગોમાં નિવૃત્તિ પછીના લાભો ચૂકવવા બાબતે સરકારી અધિકારીઓને રીપ્રેઝન્ટેશન કરે પરંતુ તે બાબતે સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય ન લેવાતા ફેડરેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ વ્યક્તિગત રીતે એસ સી એ દાખલ કરવામાં આવેલ ફેડરેશન તથા કામદારો તરફે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ દિપક આર દવે એ હાજર રહી કામદારોને મળવા પાત્ર નિવૃત્તિના લાભો બાબતે જરૂર પરિપત્રો અને દસ્તાવેજો સહિત દલીલો કરતા નામદાર ગુજરાત હાઇકોર્ટ દસ્તાવેજી પુરાવા આધારિત જે ધ્યાને લઈ તારીખ ૫/૯/૨૩ ના રોજ ઓરલ ઓર્ડર કરવામાં આવે જેમાં ભેમા મનસુખ અમરા ગોપાલ સોમા પના લીલા રતિલાલ કે કે પટેલ રાઠવા શનાભાઇ રાઠવા ફુલાભાઈ વિગેરે ૭ કામદારોને ને નિવૃત્તિ પછી ચૂકવવા પાત્ર થતું પેન્શન તફાવત રજાઓ ગ્રેજ્યુટી વિગેરે ચૂકવવાનીકાર્યવાહી ટ્રેઝરી દ્વારા શરૂ કરવામાં આવી છે તદ્ઉપરાંત જે કામદારો ને રોજમદાર તરીકેની સળંગ નોકરી ઘણી અધુરી અપૂરતી ગ્રેજ્યુટી તેમજ રજાઓ ચૂકવેલ ન હોય તેવા કામદારો ડાયાભાઈ પરમાર, સોલંકી કાળુભાઈ ,બારીયા પર્વતભાઈ, બારીયા ફતેસિંહ, કાશીબેન નાગર ,દરિયાબેન અમરસિંહ, ભારત વાઘા પગી ભેમા માના પગી, ખીમજી રાઠવા, પરદુ બારીયા ,સોમા રાઠવા, દલપત રાઠવા ,ધુલિયા રાઠવા, સુરા માના રાઠવા, પરમાર અંબાલાલ ,ધનાભાઈ માવાભાઈ પરમાર ,પ્રતાપ રમણ, સોમા પારેખ, નગીન વિગેરે ને અધૂરી અને અપુરતી ગ્રેજ્યુટી તેમજ રજાઓ ચૂકવેલ ન હોય તે જણાવેલ તમામ કામદારોને પણ બાકી નીકળતી રકમ ચૂકવી આપવા ઓરલ કરવામાં આવેલ છે આમ કુલ ૨૬ જેટલા કામદારોને તેમના બાકી નીકળતા હિસ્સા ચૂકવવામાં આવતા કામદાર પરિવાર તેમજ કામદાર આલમમાં આનંદની લહેર પ્રસરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!