મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલ કોડીનારમાં હિંદી પખવાડીયા નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.
યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય (મેરા યુવા ભારત જૂનાગઢ તથા ગીરસોમનાથ દ્વારા મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલ કોડીનાર ના પટાંગણમાં “હિંદી પખવાડિયા” 14 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર અંતર્ગત બાળાઓને સમજાવામાં આવ્યું કે
14 સપ્ટેમ્બર 1949ના રોજ હિંદીને ભારતની રાજભાષા તરીકે દરજો આપવામાં આવ્યો તેમજ તે સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક છે. હિંદી પખવાડિયા દ્વારા આપણે તેને વધુ સશક્ત બનાવી શકીએ તેમજ બાળાઓ દ્વારા ચિત્રો દોરી રજૂ કરાવામાં આવ્યા.શાળાની વિદ્યાર્થી દ્વારા સુંદર મજાના વક્તવ્ય આપવામાં આપ્યું. આ રીતે ચિત્ર સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધા,હિંદી ભાષા વિશે સમુહ પ્રતિજ્ઞા અને રેલી દ્વારા જાગૃતિ ફેલાવામાં આવી હતી.તેમજ બાળાઓને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરાયા.આ તકે પી.એલ.વી. પ્રકાશ મકવાણા, આચાર્યાશ્રી નિમુબેન ચાવડા,હિંદી શિક્ષકશ્રીઓ,ચિત્ર શિક્ષકશ્રી,સમગ્ર સ્ટાફ તેમજ શાળાની વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી.