GIR SOMNATHPATAN VERAVAL

વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘનું દ્વિ-વાર્ષિક ઝોનલ અધિવેશન વેરાવળ સોમનાથમાં યોજાયું: પગારપંચ, જૂની પેંશન અને ખાનગીકરણ વિરુદ્ધ ઠરાવો પસાર

વેરાવળ – સોમનાથ:

વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘનું દ્વિ-વાર્ષિક ઝોનલ અધિવેશન આજરોજ વેરાવળ સોમનાથ ખાતે ભવ્ય ઉપસ્થિતિમાં યોજાયું. કાર્યક્રમમાં નેશનલ ફેડરેશન ઓફ ઈંડીયન રેલવેમેનના અધ્યક્ષ ગુમાનસિંહજી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મુંબઈથી મુખ્ય પર્સનલ ઓફિસર મંજુલા સક્સેના મુખ્ય અતિથિ તરીકે અને ભાવનગર ડિવિઝનના રેલવે મેનેજર રવીશકુમાર વિશિષ્ટ અતિથિ તરીકે હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત સવારે 11 વાગ્યે વિધિવત પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી.

અધિવેશનમાં મહત્વના ઘણા મુદ્દાઓ પર વિશાળ ચર્ચા કરવામાં આવી, જેમાં ખાસ કરીને નીચેના મુદ્દાઓ હાયલાઇટ બન્યા:

આઠમા પગારપંચ માટે વિલંબિત ઘોષણાને લઈ રોષ
જૂની પેંશન નીતિ પુનઃલાગુ કરવાની માંગ
રેલવેના વધતા ખાનગીકરણનો વિરોધ
કેડર રીસ્ટ્રક્ચરિંગના આદેશ તાત્કાલિક જારી કરવાની માંગ
ટ્રેડ યુનિયન પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી રેલ કર્મચારીઓને આપવામાં આવી
અધિવેશનના અંતમાં સંઘના હોદેદારોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં જનરલ સેક્રેટરી તરીકે આર.જી. કાબરની સર્વાનુમતે ફરી વરણી કરવામાં આવી.

અન્ય પાસ કરાયેલા મુખ્ય ઠરાવોમાં સામેલ છે:

આઠમા પગારપંચ માટે સમિતિનું ગઠન
NPS/UPS નાબૂદ કરીને જૂની પેંશન સ્કિમ લાગુ કરવી
રેલવે ખાનગીકરણનો બંધો ઘસારો
બોનસ સીલિંગ દૂર કરવી
લંબિત મોંઘવારી ભથ્થાનું ચુકવણું
મેડિકલ અને પાસ સુવિધાઓમાં માતા-પિતા નો સમાવેશ
અધિવેશનના સફળ આયોજન માટે સંઘના ડિવિઝનલ સેક્રેટરી બી.એન. ડાભી, ડિવિઝનલ ચેરમેન ગીરીશ મકવાણા તથા તેમની ટીમના ઉત્સાહપૂર્વકના પ્રયત્નો નોંધપાત્ર રહ્યા.

🖊️ અહેવાલ: દાનસિંહ વાજા, વેરાવળ – સોમનાથ

Back to top button
error: Content is protected !!