લાખણી ના વાસણા ની ગોગાપુરા પ્રાથમિક શાળા મા કન્યાકેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ યોજાયો
નારણ ગોહિલ લાખણી
આજ રોજ બનાસકાંઠા જીલ્લા ના લાખણી તાલુકાના વાસણા વા ની ગોગાપુરા પ્રાથમિક શાળા માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી. જેમાં બાલમંદિર. બાલવાટિકા અને ધોરણ – ૧ માં કોમળ ફુલ જેવા નાના નાના બાળકો ને કંકુ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો. આ પ્રસંગે શિલ્વા વસરામભાઈ અમિરામભાઈ એ ચોપડા, પેન, પેન્સિલ. શ્રીમાળી ચિરાગભાઈ અમ્રૃતલાલ તરફથી સ્કૂલ બેગ,શિલ્વા કલ્પનાબેન ત્રિભુવનદાસ હસ્તે શિલ્વા પરેશભાઈ. ટી તરફથી સ્લેટ અને પાટીપેન. દવે મહેશભાઈ મફતલાલ તરફથી ચોપડા ,પેન અને સ્કેચપેન. રાજપૂત સવજીભાઈ હાથીજી તરફથી બધા બાળકો ને બુંદી અને સેવ નો નાસ્તો. બીજા દાતાશ્રીઓ તરફથી રોકડ રકમ મળી હતી. CET ની પરીક્ષા પાસ કરનાર 5 બાળકોને પ્રમાણપત્ર અને પેન,સ્કેચ પેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.DLSS માં પ્રવેશ મેળવનાર 2 બાળકો ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દાતાશ્રીઓ ને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ધો 3 થી 5 ના 1 થી 3 નંબરે પાસ થનાર બાળકો ને ઈનામ આપી પ્રોત્સાહિત કરવા મા આવ્યા. શાળા ના આચાર્યશ્રી જિજ્ઞેશભાઈ પ્રવિણભાઇ આભાર વ્યક્ત કર્યો હતો અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચૌહાણ મેનકાબેન અમરસિંહ દ્વારા કરવામાં આવ્યું હતુ. અંતે વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત મહેમાનો દ્વારા છોડ નું વાવેતર કરવામાં આવ્યું.