BANASKANTHAGUJARATPALANPUR

દાંતીવાડા તાલુકાના સરદાર કૃષિનગર વિદ્યાલય ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવણી કરવામાં આવી

28 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

કૃષિ અને સહકારના સચિવશ્રી ગાંધીનગર શ્રી રજનીકાંતભાઈ દંતાણીયા સાહેબ, બનાસ મેડિકલ કોલેજના પ્રમુખશ્રી તેમજ ડિરેક્ટર શ્રી પી જે ચૌધરી સાહેબ, દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ બોકા , મોડેલ સ્કૂલ નીલપુરના આચાર્યશ્રી કિરીટભાઈ પટેલ, સરદાર કૃષિનગર પે કેન્દ્ર શાળા ના આચાર્ય નિકુલભાઇ ચૌધરી,દાંતીવાડા તાલુકા સી.ડી.પી.ઓ શ્રીમતી જશીબેન મકવાણા, દાંતીવાડા તાલુકા સી.આર. સી શ્રી ભાવેશભાઈ પંચાલ, તથા ઝાખડેશ્વર પ્રાથમિક શાળા ના આચાર્યશ્રી અને અન્ય આમંત્રિત મહેમાનો ની હાજરીમાં સરદાર કૃષિ નગર પે કેન્દ્ર શાળા અને જાખડેશ્વર પ્રાથમિક શાળા તથા સરદાર કૃષિનગર વિદ્યાલયના નવીન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે શૈક્ષણિક કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો. તેમજ ત્રણેય શાળાઓમાંથી વિશેષ સિદ્ધિ મેળવનાર બાળકોને ઈનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા. તેમજ જ્ઞાન સાધના પરિક્ષા પાસ કરનાર બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું . શ્રી પી જે ચૌધરી સાહેબ મેડિકલ કોલેજ અને સૈનિક સ્કૂલ પારપડામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને આહવાન કર્યું મહેમાનોના વરદ હસ્તે સરદાર કૃષિનગર વિદ્યાલય ખાતે નવીન કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન કરી લેબને ખુલ્લી મૂકી. કાર્યક્રમના અંતે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું સરદાર કૃષિનગર વિદ્યાલય ના આચાર્યશ્રી તેજસકુમાર જોષી એ મહેમાનોનો તથા સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા જેમણે મેહનત કરી હતી તે તમામ તથા સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંચાલક મંડળ નો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ.

Back to top button
error: Content is protected !!