GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

સાંસદ ખેલ મહાકુંભમાં બોરુ રીફાઇ પબ્લીક સ્કૂલની બહેનોએ જીલ્લા કક્ષાની ફુટબોલ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ૧૬ ગોલ્ડ મેડલ જીત્યા..

 

તારીખ ૨૭/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

ગુજરાતના છેવાડાના ગામડાઓમાં કે અન્ય વિસ્તારોમાં રહેતા ખેલાડીઓમાં રહેલી સુષુપ્ત શકિતઓ બહાર આવે અને તેઓ તાલુકા કક્ષાએથી ખેલ-કુદમાં આગળ વધે અને જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ આગળ વધીને રાજ્ય અને દેશનું ગૌરવ વધારે તે હેતુથી દર વર્ષે “ફિટ યુવા, વિકસિત ભારત” થીમ હેઠળ આયોજીત ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે જેમાં દેશભરમાંથી એક કરોડ વધું શાળા-કોલેજના વિદ્યાર્થીઓથી લઈને વિવિધ વય જૂથના ખેલાડીઓ વિવિધ રમતોની સ્પર્ધામાં ભાગ લઇને તેમના ઉત્કૃષ્ટ કૌશલ્યનું પ્રદર્શન કરે છે જે અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સાંસદ ખેલ મહાકુંભમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચમહાલ કક્ષાની ફુટબોલ સ્પર્ધામાં કાલોલ તાલુકાના બોરુ ગામની રીફાઇ પબ્લીક સ્કૂલના વિદ્યાર્થીઓએ ગોધરા ખાતે યોજાયેલી જીલ્લા કક્ષાની ફુટબોલ સ્પર્ધામાં બહેનોએ જીલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતાં સાંસદ રાજપાલસિંહ જાદવ સહિત મંચ પર ઉપસ્થિત મહાનુભાવો ધ્વારા ફુટબોલ સ્પર્ધામાં વિજય થયેલ બહેનોને રોકડ ઇનામ, ટ્રોફી, મેડલ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જ્યારે ભાઇઓએ સેકન્ડ ક્રમ મેળવી શાળા તથા તાલુકા એ ખૂબ સરસ સિધ્ધિ પ્રાપ્ત કરેલ છે સાથે સાથે બાળકોની રમતગમત પ્રત્યેની રુચિ અને કીરણ સોલંકી ની મહેનત થકી શાળાના વિદ્યાર્થીઓએ સાંસદ મહાકુંભ જીલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઇ બહેનોએ 16 ગોલ્ડ મેડલ સાથે ભાઇઓએ 16 સિલ્વર મેડલ મેળવીને ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે તે બદલ શાળા સંચાલક, આચાર્ય તથા સમગ્ર શાળા શિક્ષકો સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!