BHACHAUGUJARATKUTCH

ભચાઉ આરોગ્ય કેન્દ્ર ખાતે “સ્વચ્છતા અભિયાન” અંતર્ગત “ગ્લોબલ હેન્ડવોશિંગ ડે”નીઉજવણી કરાઈ

હાથ ધોવાની પદ્ધતિ તથા તેના ફાયદા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું 

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ,તા-૧૬  ઓક્ટોબર : ભચાઉ આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા હેલ્થ ઓફીસર ડો.નારાયણ સિંઘના માર્ગદર્શન હેઠળ “ ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે “ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લોકોને હાથ ધોવાની પદ્ધતિ ડેમોટ્રેશન દ્વારા સમજાવવામાં આવી અને હાથ ધોવાના ફાયદા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં“ગ્લોબલ હેન્ડવોશિંગ ડે” નિમિત્તેશપથ લેવડાવામાં આવી હતી.કાર્યક્રમમાં ડો.પાર્થ ભટ્ટ, ડો.નિલેશ ગાડીયા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર દિપક દરજી, એડોલેશન હેલ્થ કાઉન્સેલર દિશા સુથાર, પ્રદીપ પટેલ, ઉપસ્થિત રહ્યા હતાં. દર વર્ષે ૧૫મી ઓક્ટોબરે “ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે” મનાવવામાં આવે છે જેની આ વર્ષની થીમ “હાથ ધોવાના હીરો બનો” રાખવામાં આવી છે. હોસ્પિટલોમાં, શાળાઓમાં કે રોજિંદા વ્યવહારોમાં સાબુથી હાથ ધોવાની પ્રેક્ટિસ કરવાથી સ્વાસ્થ્ય સારુ બને છે. “હાથ ધોવાના હીરો બનો” થીમ અંતર્ગત સાબુ અને પાણીથી હાથ ધોવાએ જંતુઓના ફેલાવાને રોકવા અને સ્વસ્થ રહેવાનો સૌથી સરળ અને અસરકારક માર્ગ છે. હાથ સ્વચ્છ રાખવાથી ઝાડા અને શ્વસન ચેપ, જેમ કે સામાન્ય શરદી અથવા ફ્લૂ, અટકાવવામાં મદદ મળી શકે છે. સેન્ટર ઓફ ડીઝીસ કંટ્રોલ મુજબ નિયમિત સાબુ અને પાણીથી હાથ ધોવાની પ્રેક્ટીસથી ઘણા ફાયદા થાય છે જેવા કે, ઝાડાથી બીમાર થનારા લોકોની સંખ્યામાં લગભગ ૨૩%- ૪૦%, ગેસ્ટ્રોએન્ટેરાઇટીસ બીમારીને કારણે ચૂકી ગયેલા બાળકોના શાળાના દિવસોની સંખ્યામાં ૨૯%-૫૭%, નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ઝાડા થવાની બિમારીમાં લગભગ ૫૮% ઘટાડો, સામાન્ય વસ્તીમાં શરદી જેવી શ્વસન બિમારીઓમાં લગભગ ૧૬%-૨૧% ઘટાડો થાય છે તેવું ભચાઉ તાલુકા આરોગ્ય અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!