GUJARATKUTCHMANDAVI

સી.બી.પ્રોજેક્ટ ગઢશીશા ખાતે જીએમડીસીના સ્થાપના દિવસની રક્તદાન કેમ્પના આયોજન સાથે ઉજવણી કરાઈ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.

માંડવી,તા-15 મે : તા. ૧૫ મેના રોજ ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિ. ના ૬૨માં સ્થાપના દિન નિમિતે સી.બી. પ્રોજેક્ટ ગઢશીશા, કચ્છ ખાતે રેડક્રોસ સોસાયટી ભુજના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદેશ્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી રક્ત એકત્ર કરવાનો હતો. કેમ્પને જનરલ મેનેજર (પ્રો.) શ્રી એસ.ડી. ભંડારીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રક્તદાન કેમ્પમાં કુલ ૭૧ લોકોએ રક્તદાન કર્યું હતું. તમામ રક્ત દાતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં પ્રોજેક્ટના કર્મચારીઓ તથા સિક્યુરીટી સ્ટાફ હાજર રહ્યા હતા. આ કેમ્પના સફળ આયોજન માટે વહીવટી અધિકારી શ્રી ડી.એચ. બારડ તથા અન્ય અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી તેમ જીએમડીસી ગઢશીશાની અખબારીયાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!