ANANDANAND CITY / TALUKO

આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ રૂપિયા ૯.૭૭ કરોડ થી વધુની આવક.

આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ રૂપિયા ૯.૭૭ કરોડ થી વધુની આવક.

તાહિર મેમણ – આણંદ – 01/04/2025 -આણંદ મહાનગરપાલિકાને તારીખ ૩૧ માર્ચ ૨૦૨૫ ના સાંજ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ ઉપરાંત તમામ ટેક્સમાંથી છેલ્લા એક વર્ષ દરમિયાન એટલે કે તારીખ ૧ લી એપ્રિલ ૨૦૨૪ થી તા. ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીમાં ૩૫,૫૯,૪૨,૪૦૭/- રૂપિયાની આવક થઈ છે. જેમાં આણંદ ખાતે રૂપિયા ૨૪.૮૭ કરોડ ઉપરાંત, વિદ્યાનગર ખાતે ૫.૫ કરોડ ઉપરાંત કરમસદ ખાતે ૪.૫ કરોડ ઉપરાંત, લાંભવેલ ખાતે ૧૦.૫૪ લાખ, મોગરી ખાતે ૮.૩૩ લાખ, ગામડી ખાતે ૮.૯૮ લાખ અને જીટોડીયા ખાતે રૂપિયા ૧૩.૪૫ લાખ ઉપરાંતની આવક મળીને કુલ આવક રૂપિયા ૩૫.૫૯ કરોડ ઉપરાંત થયેલ છે.

આ આવક પૈકી ૯,૭૭,૫૭,૨૭૮/- રૂપિયાની આવક આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ આવી છે. જેમાં આણંદ નગરપાલિકા વિસ્તારમાંથી ૬,૯૧,૯૬,૨૧૫/-, વિદ્યાનગર ખાતેથી ૧,૨૦,૪૧,૫૭૩, કરમસદ ખાતેથી ૧,૨૩,૮૭,૬૨૨/-, લાંભવેલ ખાતેથી ૧૦,૫૪,૮૮૫/-, મોગરી ખાતેથી ૮,૩૩,૦૨૯/-, ગામડી ખાતેથી ૮,૯૮,૪૨૯/-, અને જીટોડીયા ખાતેથી ૧૩,૪૫,૫૨૫/- મળીને છેલ્લા ત્રણ મહિના દરમિયાન કુલ રૂપિયા ૯,૭૭,૫૭,૨૭૮/- ની થઈ છે.

જ્યારે આણંદ મહાનગરપાલિકા દ્વારા નગરજનો જાહેર રજાના દિવસો ખાતે એટલે કે તારીખ ૩૦ માર્ચને રવિવાર અને ૩૧ મી માર્ચે રમજાન ઈદની જાહેર રજાના દિવસો ખાતે વેરો ભરવા માટે કચેરી ખુલ્લી રાખવામાં આવી હતી, જેમાં રૂપિયા ૮૫,૩૬,૭૮૩/-ની આવક મહાનગરપાલિકાને થઈ છે.

Back to top button
error: Content is protected !!