GTU કોન્વોકેશનમાં ધ્રાંગધ્રાના કર્મવીરસિંહ જાડેજાને કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ગોલ્ડ મેડલ

તા.22/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના પ્રતિભાશાળી યુવાન કર્મવીરસિંહ જાડેજાએ ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU) અંતર્ગત કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિગ્રી (2021–25 બેચ) માં સર્વોચ્ચ ગુણાંક મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે આ સિદ્ધિથી ધ્રાંગધ્રા શહેર તથા સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી પ્રસરી છે અમદાવાદ ખાતે યોજાયેલી GTUની 15મી વાર્ષિક કોન્વોકેશન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી કોન્વોકેશન દરમિયાન યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ, ફાર્મસી અને મેનેજમેન્ટ કોલેજોના ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને ડિગ્રી તેમજ ગુણવત્તાવાળા વિદ્યાર્થીઓને મેડલ પ્રદાન કરવામાં આવ્યા હતા આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના મેનેજિંગ ડિરેક્ટર આશિષ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન આપ્યું હતું યુનિવર્સિટી અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કોન્વોકેશન યુવાનોમાં નવીનતા, ઉદ્યોગ સાહસિકતા અને નેતૃત્વની ભાવના વિકસાવવામાં પ્રેરક સાબિત થશે કર્મવીરસિંહ જાડેજાની આ સફળતા પાછળ પરિવારના શિક્ષણ પ્રત્યેના મજબૂત સંસ્કાર પણ મહત્વપૂર્ણ રહ્યા છે દાદા ભગવતસિંહ જાડેજા તથા પિતા ઇંદ્રજીતસિંહ જાડેજાના ઉચ્ચ શિક્ષણના મૂલ્યો બાળપણથી જ કર્મવીરસિંહને વારસામાં મળ્યા હોવાનું પરિવારજનો જણાવે છે GTU કોન્વોકેશનમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને કર્મવીરસિંહ જાડેજાએ ધ્રાંગધ્રાના યુવાનો માટે પ્રેરણાદાયક ઉદાહરણ સ્થાપિત કર્યું છે.





