શ્રી ઓગડ વિદ્યા મંદિર થરામા ઘી પ્રગતિ બેંક નો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો…
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી ઓગડ વિદ્યા મંદિરના પ્રાર્થના હોલમાં ઘી પ્રગતિબેંક થરા,નો સુવર્ણ જયંતિ સમારોહની ભવ્ય ઉજવણી કરાઈ.ઘી
શ્રી ઓગડ વિદ્યા મંદિર થરામા ઘી પ્રગતિ બેંક નો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો…
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી ઓગડ વિદ્યા મંદિરના પ્રાર્થના હોલમાં ઘી પ્રગતિબેંક થરા,નો સુવર્ણ જયંતિ સમારોહની ભવ્ય ઉજવણી કરાઈ.ઘી પ્રગતિ બેંકનું પચાસ વર્ષ પૂર્વે ૯૪ સભાસદ દ્વારા રોપેલ બીજ આજે ૫૦૫૩ સભાસદ ધરાવતી વિશાળ વટવૃક્ષ બની આજે એકાવનમાં સુવર્ણ જયંતિ વર્ષમા તેના તેજસ્વી પ્રકાશ પુંજ સાથે પ્રગતિ ના સોપાન સર કરી રહી છે.ત્યારે આ સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર ૧૦૦૮ જાનકીદાસજી બાપુ, ભાણ સાહેબની જગ્યા કમીજલા ની પાવન નિશ્રામાં ઘી ગુજરાત અર્બન કો.-ઓ.બેન્ક્સ ફેડરેશન અમદાવાદના ચેરમેન જ્યોતિન્દ્ર મહેતા (મામા)ના અધ્યક્ષ સ્થાને ઉદ્ધઘાટક ઘી ગુજરાત અર્બન કો. -ઓ.બેન્ક્સ ફેડરેશન મહેસાણા ના ચેરમેન કાંતિભાઈ પટેલ મુખ્ય મહેમાન કીર્તિસિંહ વાઘેલા,કે.સી. પટેલ અતિથિ વિશેષ ડાહ્યાભાઈ પીલીયાતર,અણદાભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ,પૃથ્વીરાજસિંહ વાઘેલા,ધીરજભાઈ શાહ, શિવરામભાઈ પટેલ,પ્રગતિબેંકના પૂર્વચેરમેન ચીનુભાઈ શાહ, ચેરમેન નૈષદભાઈ શાહ,વાઈસ ચેરમેન પ્રવીણભાઈ શાહ, મેનેજીંગ ડિરેક્ટર વિપુલકુમાર ઠક્કર,શૈલેષભાઈ શાહ વડાવાળા સહીત મહેમાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મેનેજર હરિઓમભાઈ સોનીએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી મહેમાનોનો પરિચય આપી બેંકના કર્મચારીઓએ ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. પ્રજાપતિ સમાજના અણદાભાઈ,ઉમેશભાઈ, કાંતિભાઈ,ગાંડાભાઈ,પત્રકાર નટુભાઈ તેમજ હાજર મહેમાનોએ પણ ચીનુભાઈ અને નૈષદભાઈ નું સન્માન કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમ નું સંચાલન હરિઓમભાઈ સોનીએ સ્ટેજ સંચાલન રોશનબેન હસન કાણોદરવાળાએ કર્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530