GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ઇન્ડોનેશિયાની ચલણી નોટ ઉપર ગણેશજીની તસવીર, મોરબીના એડવોકેટ પાસે છે અલભ્ય સંગ્રહ – ચલણી નોટ

MORBI:ઇન્ડોનેશિયાની ચલણી નોટ ઉપર ગણેશજીની તસવીર, મોરબીના એડવોકેટ પાસે છે અલભ્ય સંગ્રહ – ચલણી નોટ

 

 

હાલ ગણેશ ચતુર્થી નું પર્વ આવી રહ્યું છે અને સૌ કોઈ વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણપતિ મહારાજની પૂજા અને ભક્તિમાં તલ્લીન બન્યું છે ત્યારે બહુ ઓછા લોકોને આ વાતનો ખ્યાલ હશે કે આજથી 27 વર્ષ પહેલા ઈન્ડોનેશિયા દ્વારા તેની ચલણી નોટમાં ભગવાન ગણેશનો ફોટો મુકયો હતો અને તે દુનિયાની એકમાત્ર ચલણી નોટ છે, જેના પર ભગવાન ગણેશ બિરાજમાન છે.મુસ્લિમ રાષ્ટ્ર ઈન્ડોનેશિયા દ્વારા વર્ષ 1998-99 ના વર્ષમાં 20,000 રૂપિયાની ચલણી નોટ બહાર પાડવામાં આવી હતી. જે ચલણી નોટ પર ભગવાન ગણેશનો ફોટો મુકવામાં આવેયો છે. ગ્રીન કલરની 20 હજાર રૂપિયાની ચલણી નોટમાં ભગવાન ગણેશનો ફોટો છે અને આ દુનિયાની એકમાત્ર ચલણી નોટ છે. જેના પર ગણેશ ભગવાનનો ફોટ છે.

વળી, ભગવાન ગણેશના ફોટો વાળી નોટ બહાર પાડનાર પણ હિંદુ રાષ્ટ્ર નહિં, પરંતુ મુસ્લિમ રાષ્ટ્ર છે એ પણ મહત્વનું છે. મોરબીના એડવોકેટ મીતેશભાઈ દવે વિવિધ દેશોની ચલણી નોટો અને સિક્કાનો સંગ્રહ કરવાનો શોખ ધરાવે છે. અનેં તેઓના શોખ બદલ તેમનું સતત છ વખત લિમ્કા બુક્સમાં નામ આવેલ છે. જેની પાસે 27 વર્ષ પહેલા ઈન્ડોનેશિયાએ બહાર પાડેલ ભગવાન ગણેશના ફોટો વાળી 20,000 રૂપીયાહની આ ચલણી નોટ સંગ્રહમાં છે સાથે ભારત ના રાજા રજવાડાં ની વાત કરીએ તો સાંગલી, વાડી સ્ટેટ, મીરાજ, કુરૂન્ડવાડ સિનિયર અને જુનિયર, જેવા રજવાડાં ના સ્ટેમ્પ પેપર અને કોર્ટફી સ્ટેમ્પ પર પણ શ્રી ગણેશજી ના ચિત્રો હતા અને વિદેશમાં નેપાળ, થાઈલેન્ડ દ્વારા બહાર પડેલ ગણેશજીના ચિત્રણ વાળો સિક્કો પણ તેમના સંગ્રહમાં છે….રજવાડા અને થાઇલેન્ડ જેવા દેશોએ ટપાલ ની ટિકિટ બહાર પાડેલ છે તે પણ તેમના સંગ્રહમાં છે.

Back to top button
error: Content is protected !!