BHUJGUJARATKUTCH

સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા હોસ્પિટલ ખાતે આયુષ મેળા નું આયોજન કરવામાં આવ્યું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૧૬ માર્ચ : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક શ્રી આયુષ ની કચેરી ગાંધીનગર ના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા હોસ્પિટલ ખાતે આયુષ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. . જેમા ડી.વાય.એસ.પીશ્રી,મીનેશ ક્રિસ્ચીયન, બી.એસ.એફ ઓફીસરશ્રી રજનીશ ગર્ગ, ઇન્ચાર્જ જિલ્લા આયુર્વેદ અધિકારિશ્રી ડો પવનકુમાર મકરાણી, જિલ્લા એગ્રીકલ્ચર ઓફીસર કિરણસિંહ વાઘેલા, ધ ભુજ B.A.M.S ડોક્ટર્સ એસોશીએશન પ્રમુખ ડો. મેહુલસિંહ ઝાલા, પી.આઇ રમેશ રાતડા, નિવ્રુત જિલ્લા આયુર્વેદ અધિકારિ ડૉ. અમીત ત્રીપાઠી, નિવ્રુત વૈધ પંચકર્મ અને જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. કમલેશ જોષી, લીલાધર ભાઇ-ટ્રસ્ટી રામ રોટી અને છાશ કેન્દ્ર ઉપસ્થિત રહ્યા હતાડી.વાય.એસપી મીનેશ ક્રિસ્ચીયન ના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ . સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ના વૈદ્ય પંચકર્મ વર્ગ-૧ ડો. બર્થા બેન પટેલ એ આયુષ મેળા અને હોસ્પિટલ મધ્યે કાર્યરત આયુષ અને પંચકર્મ ની સેવાઓ વિશે માહિતગાર કર્યા.એમ.ઓ ડો પવનકુમાર મકરાણી ઇન્ચાર્જ જિલ્લા આયુર્વેદ અધિકારી એ આયુર્વેદ ની સેવાઓ વિશે માહિતગાર કર્યા. આ આયુષ મેળા માં આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ, યોગ નિદર્શન, આંગણવાડી ની બહેનો દ્વારા પોષક વાનગી હરીફાઈ, આયુર્વેદ, હોમિયોપેથી અને યોગ તથા ઓષધી વનસ્પતિ પ્રદર્શન કરવાંમા આવ્યું, લાઇવ અગ્નિકર્મ- પંચકર્મ – રક્તમોક્ષણ નું પ્રદર્શન કરવામાં આવ્યું. આરોગ્ય વિભાગ ના સહયોગ થી હિમોગ્લોબિન ની તપાસતથા ડાયાબીટીસ ની તપાસ કરવામાં આવી તથાએઇડ્સ, કેન્સર, ટીબી અવેરનેસ ની કામગીંની કરવામાં આવી. કાર્યક્રમ નંઆ સંચાલન મેડીકલ ઓફીસર,ડો. પાવન ગોર અને આભારવિધિ રેસીડેન્ટ મેડીકલ ઓફીસર, ડો કુંદનબેન ગઢવી એ કરી હતી. હેલ્થ અવેરનેસ લાભાર્થી –૯૮૦,નિદાન સારવાર કેમ્પ લાભાર્થી– ૨૧૪,સંવાદ લાભાર્થી– ૯૮૦,ઉકાલા લાભાર્થી– ૪૭૬, પ્રકૃતિપરીક્ષણલાભાર્થી– ૧૦૭, યોગા લાભાર્થી– ૨૩૬, પંચકર્મ/અગ્નીકર્મલાભાર્થી–૧૨૨, સુવર્ણપ્રાશન – ૫૭, વૈદ્ય પંચકર્મ વર્ગ-૧

Back to top button
error: Content is protected !!