સરકારી કચેરીઓ,જાહેર રસ્તાઓ તેમજ જાહેર સર્કલ લાઇટીંગની રોશનીથી ઝગમગી ઉઠ્યા
સરકારી કચેરીઓ,જાહેર રસ્તાઓ તેમજ જાહેર સર્કલ લાઇટીંગની રોશનીથી ઝગમગી ઉઠ્યા
*****
સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય પર્વ એવા સ્વતંત્રતા દિવસની ઉજવણી અન્વયે હર ઘર તિરંગા કાર્યક્રમ સહિત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય પર્વ પૂર્વે સાબરકાંઠા દેશભક્તિના રંગે રંગાયું છે. આ રંગોમાં વધુ રોનક ઉભી કરી રહી છે આ કચેરીઓ ઉપર કરવામાં આવેલા રોશનીનો ઝગમગાટ.
સાબરકાંઠા જિલ્લામાં સરકારી કચેરીઓ, ભવનો,જાહેર રસ્તાઓ,જાહેર સર્કલ રોશની અને શણગારથી સજાવવામાં આવ્યા છે.જિલ્લાકક્ષાનો ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા પર્વનો કાર્યક્રમ હિંમતનગર ખાતે યોજવાનો છે. ત્યારે જિલ્લાભરમાં સ્વતંત્રતા પર્વની પૂર્વે રોશનીના શણગારોથી ઝળહળી ઉઠી છે. જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો, જાહેર રસ્તાઓ,જાહેર સર્કલ સહિત વિવિધ કચેરીઓને રોશનીથી શણગારવામાં આવી છે. આ રોશની થકી સાબરકાંઠા જિલ્લો રાષ્ટ્ર પ્રેમમાં દીપી ઉઠ્યો છે.
જયંતિ પરમાર સાબરકાંઠા