MORBI મોરબી જલારામ ધામ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની બેઠક યોજાશે.
MORBI મોરબી જલારામ ધામ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની બેઠક યોજાશે.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયા, આંતરરાષ્ટ્રીય મહામંત્રી તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળસિંહ ખુમાણ, ડો. ગજેરા સાહેબ, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી સહીતનાં અગ્રણીઓની ઉપસ્થિતી માં મોરબી ખાતે બેઠક યોજાશે.
મોરબી શ્રી જલારામ ધામ ખાતે આગામી તા.૬-૭-૨૦૨૫ રવિવાર ના રોજ સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ની બેઠક નું આયોજન કરવા માં આવેલ છે. જે બેઠક માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સંસ્થાપક અધ્યક્ષ હિન્દુ હ્રદય સમ્રાટ મા.ડો. પ્રવિણભાઈ તોગડીયા વિશેષ ઉપસ્થિત રહેશે. તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય મહામંત્રી તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળસિંહ ખુમાણ, ડો. ગજેરા સાહેબ, સૌરાષ્ટ્ર પ્રાંત ના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, બકુલભાઈ ખાખી, જગદીશભાઈ વડોદરીયા, શશીકાંતભાઈ પટેલ સહીતના અગ્રણીઓની ઉપસ્થિતી માં બેઠક યોજાશે. આ બેઠક માં સંગઠન ના વિસ્તરણ તેમજ સંસ્થા ના આગામી કાર્યક્રમો વિશે ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવા માં આવશે. બેઠક ને સફળ બનાવવા મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અધ્યક્ષ સી.ડી. રામાવત, ઉપાધ્યક્ષ પ્રતાપભાઈ ચગ, તાલુકા અધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ કાલરીયા, શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, મંત્રી નિર્મિતભાઈ કક્કડ,નરેન્દ્રભાઈ પાઁઉ, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા અધ્યક્ષ નેવિલભાઈ પંડિત, શ્યામભાઈ ચૌહાણ, લખનભાઈ કક્કડ, હિતેશભાઈ જાની, કૌશલભાઈ જાની સહીત નાં અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે,