
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ખેતીવાડી વિભાગ ધ્વારા કમોસમી વરસાદમાં નુકશાન થયેલ ખેડૂતોનું ગ્રામસેવકો એ સર્વે હાથ ધર્યું – કયા ખેડૂતોને મળશે વળતર.!!
હવામાન વિભાગની આગાહી ની પગલે અરવલ્લી જિલ્લામાં પણ છેલ્લા કેટલાય દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો હતો જેને લઈને જિલ્લાના તાલુકામાં ખેડૂતોને મોટું નુકશાન થયું હતું અને ખેતરમાં રહેલો પાક અડદ ,મગફળી, સોયાબીન સહિતનો પાક પલળી જવાથી ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. મેઘરજ, ભિલોડા, બાયડ, માલપુર સહિત તાલુકામાં કમોસમી વરસાદ થી ખેડૂતો ને પાક નું નુકશાન થયું હતું
ખેડૂતોના પાકને થયેલા નુકશાન ને લઇ ખેડૂતો માં ભારે ચિંતા વ્યક્ત થઈ હતી. તો બીજી તરફની હાલત કફોડી બની હતી. જેમાં તાત્કાલિક ધોરણે સરકાર ધ્વારા નુકશાન થયેલ જિલ્લાના વિવિધ તાલુકાઓ માં સર્વેની કામગીરી હાથ ધરવા સૂચના મળતા અંતે અરવલ્લી જિલ્લામાં પણ ખેતીવાડી વિભાગ જાગ્યું હતું અને તાલુકાના વિવિધ વિસ્તારમાં જે તે ગ્રામપંચાયત વિસ્તારમાં ગામડાઓમાં ખેડૂતોને થયેલા પાક નુકશાન અંતર્ગત સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી હતી મળતી માહિતી મુજબ મેઘરજ તાલુકામાં પણ ગ્રામસેવકો ધ્વારા વિવિધ ગ્રામપંચાયત ના ગામડાઓમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ખેડૂતોને હૈયાધારણા બંધાઈ હતી. હવે જોવાનું એ રહ્યું કે ખરેખર જિલ્લાના ખેડૂતોને સર્વે ને આધારે કેટલી સહાય મળે છે
 
				








