GUJARATKUTCHMUNDRA

મુંદરામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની દ્વિતીય વર્ષગાંઠની ભવ્ય ઉજવણી : ખારવા સમાજ દ્વારા પાદુકા પૂજન અને મહાઆરતીનું આયોજન

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

મુંદરામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની દ્વિતીય વર્ષગાંઠની ભવ્ય ઉજવણી : ખારવા સમાજ દ્વારા પાદુકા પૂજન અને મહાઆરતીનું આયોજન

 

મુંદરા,તા.31: ભારતની ધર્મભૂમિ અયોધ્યામાં પોષ સુદ બારસના પાવન દિવસે થયેલી શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને આજે બે વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. આ અવસરે મુંદરા ખાતે શ્રી ખારવા સમાજની વાડી સાગર ભુવન સંકુલમાં બિરાજમાન શ્રી રામ મંદિરે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મંગલમય પ્રસંગે શ્રી રામચંદ્રજીની પાદુકા પૂજા, નૂતન ધ્વજા પૂજન તથા ગગનભેદી નાદ સાથે મહાઆરતી યોજાઈ હતી. આ ધાર્મિક મહોત્સવમાં મુંદરાના ખારવા સમાજના ભાઈઓ તથા બહેનોએ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન અને પૂજાનો લ્હાવો લીધો હતો. સમગ્ર સંકુલ ‘જય શ્રી રામ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ખારવા સમાજના પ્રમુખ રાજુભાઈ કષ્ટા તથા તેમની કારોબારી ટીમે જહેમત ઉઠાવી હતી. આ સાથે ‘રામ મિત્ર મંડળ’ના ઉમેશ માલમ, જલારામ માલમ, અશ્વિન માલમ, રૂપેશ જયભોલે, સૂરજ કસ્તુરિયા અને મહેશ માલમ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે દામજીભાઈ માલમ, વિપુલ માલમ તથા વિવિધ સમાજના અગ્રણીઓ અને પ્રમુખોએ વિશેષ હાજરી આપી હતી.

શાસ્ત્રી ઓમ જોષી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન સંપન્ન કરાવવામાં આવ્યું હતું જેમાં પૂજારી અનુભાઈ તથા મોટી સંખ્યામાં ભક્તગણોએ જોડાઈને પ્રસાદી અને પ્રાર્થનાનો લાભ લીધો હતો. આ ઉત્સવે મુંદરામાં ફરી એકવાર અયોધ્યા જેવો ભક્તિમય માહોલ ઉભો કર્યો હતો.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!