BHUJGUJARATKUTCH

સુખપર (મદનપુર) કુમાર તથા કન્યા શાળા નં. 2 માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ, તા . ૨૮ જાન્યુઆરી  : તાલુકાના સુખપર (મદનપુર) સ્થિત કુમાર શાળા નં. 2 તથા કન્યા શાળા નં. 2 ખાતે 26 જાન્યુઆરી 2026 ના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી.જેમાં ધ્વજવંદન અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ, દાતાશ્રીઓ નું સન્માન તેમજ સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ કરવામાં આવી.આ પ્રસંગે કરશનભાઈ ખેતાણી – પૂજાબેન કરશનભાઈ જેમણે સુખપર કુમાર શાળા નં. 2 માટે R.O. પ્લાન્ટ અર્પણ કર્યો, તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.દીકરીના પ્રણામ દેશને નામ અંતર્ગત ધ્વજવંદન શાળાની પૂર્વ વિદ્યાર્થીની કોમલ મહેન્દ્રભાઈ લાછાણી નાં હસ્તે થયું હતું, જેમણે GPSC પરીક્ષા પાસ કરી છે અને હાલમાં અમદાવાદ માં UPSCની તૈયારી કરી રહ્યા છે – જે સમગ્ર ગામ માટે ગૌરવની બાબત છે.મંડપ માટે સહયોગ આપનાર SMC અધ્યક્ષ દક્ષાબેન વેકરીયાનું પણ આભારસ્વરૂપે અભિવાદન કરવામાં આવ્યું હતું.તે ઉપરાંત સાઉન્ડ સિસ્ટમની સેવા આપનાર રમેશભાઈ હાલાઈ, નારણભાઈ તથા સંજયભાઈનું સન્માન કરવામાં આવ્યું.સુખપર કુમાર શાળા નં. 2 માં બદલી સાથે હાજર થયેલા ત્રણ નવા શિક્ષકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.રમીલાબેન અજાણી, ભાવનાબા ઝાલા અને કાંતિભાઈ ભાવાણી શિક્ષકોનું વિશેષ સન્માન કરાયું.કન્યા શાળાની દીકરીઓને સેવા સુરક્ષા સેતુના પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા.આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ, દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.તાલુકા પંચાયત સદસ્ય મનજીભાઈ ખેતાણી તેમજ પૂર્વ સરપંચ માવજીભાઈ રાબડિયાએ હાજરી આપી બાળકોને બિરદાવ્યા તથા દાન સહયોગ આપ્યો.સુખપર (મદનપુર) કુમાર શાળા નં. 2 ના આચાર્ય ઘનશ્યામસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું, જ્યારે કન્યા શાળા નં. 2 ના આચાર્ય જયેશભાઈ ગોરે શાબ્દિક આવકાર આપ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિપેશભાઈ નાકર અને પ્રિયાંકભાઈ રાજદેવએ કર્યું હતું.આભારવિધિ ધ્રુવભાઈ શુકલ દ્વારા કરવામાં આવી. બંને શાળાઓના એસ.એમ.સી અધ્યક્ષ અને સભ્યોએ સહકાર આપ્યો હતો. બંને શાળાઓના તમામ શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત કરી હતી. દાતાશ્રીઓ દ્વારા દાનની સરવાણી વહી હતી.દીકરા–દીકરીઓએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ચારે તરફ ભારત માતાનો જયજયકાર ગુંજી ઉઠ્યો હતો.

Back to top button
error: Content is protected !!