સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કાતોલ ગામમાં ‘તિરંગા ચોક’નું ભવ્ય લોકાર્પણ.

તારીખ ૨૬/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કાતોલ ગામમાં ૧૨.૫ મીટર ઊંચા માસ્ટર તિરંગા સાથે નવનિર્મિત ‘તિરંગા ચોક’નું ભવ્ય લોકાર્પણ સાથે શાંતિ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાલોલ ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ અને ભાજપ તાલુકા મહામંત્રી વીરેન્દ્રસિંહ પરમાર,તાલુકા પંચાયતના પ્રમુખ સવિતાબેન રાઠવા,તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ઉપેન્દ્રસિંહ ચાવડા સહિત જીલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો, આજુબાજુ ગામના સરપંચ સાથે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ તિરંગા ચોકનું નિર્માણ ગામની શોભા વધારવા અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક તરીકે કરવામાં આવ્યું છે. સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે તિરંગા ચોકનું ઉદ્ઘાટન કર્યું અને ગ્રામજનોને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે સાંસદ રાજપાલસિંહ જાદવે જણાવ્યું કે, તિરંગા ચોક ગામની એકતા અને ગૌરવનું પ્રતીક છે. તેમણે એમ પણ જણાવ્યું કે, આ તિરંગા ચોક ગ્રામજનોને રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિની ભાવના જગાડશે. જ્યારે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે જણાવ્યું કે, તિરંગા ચોકનું નિર્માણ ગામના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે એમ પણ જણાવ્યું કે, આ તિરંગા ચોક ગ્રામજનોને એકત્રિત કરશે અને ગામની પ્રગતિમાં મદદ કરશે.આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોએ સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સાથે કાતોલ ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચ અને એપીએમસીના સભ્ય ગુણવંતસિંહ પરમારનું આભાર માન્યો અને તિરંગા ચોકના નિર્માણ તેમજ શાંતિ રથનું નિમાર્ણ ને લઈ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.







