ANANDANAND CITY / TALUKOGUJARAT

CVM યુનિવર્સિટીમાં પાંચ દિવસીય ‘જ્ઞાનોત્સવ-2026’નો ભવ્ય પ્રારંભ:

CVM યુનિવર્સિટીમાં પાંચ દિવસીય ‘જ્ઞાનોત્સવ-2026’નો ભવ્ય પ્રારંભ:

 

તાહિર મેમણ – આંણદ – 04/02/2026 – પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય; પ્રથમ દિવસે જ હજારો મુલાકાતીઓ ઉમટ્યા લ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ સંચાલિત CVM યુનિવર્સિટી દ્વારા આયોજિત પાંચ દિવસીય શૈક્ષણિક મહોત્સવ ‘જ્ઞાનોત્સવ-2026’નો ગત રોજ 4 ફેબ્રુઆરીના રોજ સીવીએમ શાસ્ત્રી મેદાન ખાતે ઉમંગભેર પ્રારંભ થયો હતો. સીવીએમના પ્રમુખ અને યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ વિરાટ જ્ઞાનયજ્ઞને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંડળના પદાધિકારીઓ મનીષભાઈ પટેલ, એસ.જી. પટેલ, મેહુલભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ સહિત યુનિવર્સિટીના પ્રોવોસ્ટ અને રજિસ્ટ્રાર ઉપસ્થિત રહ્યા હતા.

 

માત્ર ડિગ્રી નહીં, રીયલ કરિયર બનાવવું એ જ અમારું લક્ષ્ય: ભીખુભાઈ પટેલ જણાવ્યુ ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા ભીખુભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા દર વર્ષે જ્ઞાનોત્સવનું આયોજન કરાય છે. અમારો ઉદ્દેશ્ય માત્ર ડિગ્રી આપવાનો નથી પરંતુ વિદ્યાર્થીઓની વાસ્તવિક કારકિર્દી (Real Careers) બનાવવાનો છે. આ મહોત્સવ ગુજરાતના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા તરફનું એક મહત્વનું પગલું છે.

 

ઈસરો અને IPR નું વિશેષ આકર્ષણ મેહુલ પટેલ ઍ જણાવ્યુ

CVM યુનિવર્સિટીના માનદ સહમંત્રી મેહુલભાઈ પટેલે આયોજનની વિશેષતાઓ વર્ણવતા જણાવ્યું હતું કે, પ્રથમવાર ઇસરો (ISRO) અને ઇન્ડિયન પ્લાઝમા રેસર્ચ (IPR) દ્વારા આ મહોત્સવમાં ભાગ લેવામાં આવ્યો છે જે યુનિવર્સિટી માટે ગૌરવની બાબત છે. વર્ષ 2026નો આ જ્ઞાનોત્સવ રેકોર્ડબ્રેક સાબિત થશે કારણ કે આ વખતે 30થી વધુ સ્પર્ધાઓ અને 35થી વધુ નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!