BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા તાલુકામાં ફરી એકવાર વાહનચોરો સક્રિય-બામલ્લા ગામે ઘર નજીક પાર્ક કરેલ મોટરસાયકલ ચોરાઇ

ઝઘડિયા તાલુકામાં ફરી એકવાર વાહનચોરો સક્રિય-બામલ્લા ગામે ઘર નજીક પાર્ક કરેલ મોટરસાયકલ ચોરાઇ


ઝઘડિયા તા.૧૧ ઓગસ્ટ ‘૨૫

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ફરીથી વાહનચોર સક્રિય બનતા વાહનમાલિકો ચિંતિત બન્યા છે. ઉમલ્લા નજીકના બામલ્લા ગામેથી રાત્રી દરમિયાન ઘરના આંગણામાં પાર્ક કરેલ એક મોટરસાયકલ ચોરાવાની ઘટના બનતા તાલુકામાં ફરી એકવાર વાહનચોર સક્રિય બન્યા હોવાનું સામે આવ્યું છે. આ

અંગે ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના બામલ્લા ગામના દેવનભાઇ કરશનભાઇ વસાવા રાજપીપલા ખાતે વીજ કંપનીમાં નોકરી કરે છે.તેમણે નોકરીએ જવા આવવા ૨૦૨૦ ના વર્ષ દરમિયાન એક મોટરસાયકલ ખરીદી હતી,ગત તા.૭ મીના રોજ તેમણે નોકરીએથી આવ્યા બાદ મોટરસાયકલ ઘરના આંગણામાં પાર્ક કરીને મુકી હતી.ત્યારબાદ રાતના દોઢ વાગ્યાના અરસામાં તેઓ જાગ્યા હતા અને ઘર બહાર નીકળ્યા ત્યારે ઘરના આંગણામાં પાર્ક કરેલ મોટરસાયકલ તેની જગ્યાએ દેખાઇ નહતી.તેથી તેમણે તેમની પત્ની અને બાજુમાં રહેતા ભત્રીજાને ઉંઘમાંથી જગાડીને આ બાબતની જાણ કરી હતી. ત્યારબાદ મોટરસાયકલ આજુબાજુ તેમજ આસપાસના ગામોએ શોધવા છતાં મળી નહતી,તેથી મોટરસાયકલને કોઇ અજાણ્યા ચોર ચોરી ગયા હોવાની ખાતરી થઇ હતી.ઘર નજીક પાર્ક કરેલ મોટરસાયકલની ચોરી થતાં તેને શોધવા છતાં કોઇ ભાળ ન મળતા દેવનભાઇ વસાવાએ ગતરોજ તા.૧૦ મીના રોજ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!