GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં આવતીકાલે “એકતા દોડ – Run for Unity”નું ભવ્ય આયોજન

આર.પી.પી. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેથી શરૂ થઈને જેલ ચોકથી જવાહર ગ્રાઉન્ડ સુધી યોજાશે

તા.30/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આર.પી.પી. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેથી શરૂ થઈને જેલ ચોકથી જવાહર ગ્રાઉન્ડ સુધી યોજાશે, અખંડ ભારતના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે દર વર્ષે ૩૧મી ઑક્ટોબરના રોજ “રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં રાષ્ટ્રીય ભાવના અને એકતાના સંદેશને મજબૂત કરવા માટે “એકતા દોડ” Run for Unityનું આયોજન કરવામાં આવ્યું છે આ દોડમાં સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લઈને દેશની એકતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરશે આ કાર્યક્રમનું આયોજન શુક્રવાર તા. ૩૧-૧૦-૨૦૨૫ ના રોજ સવારે ૮:૦૦ કલાકે કરવામાં આવ્યું છે “એકતા દોડ” આર.પી.પી. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેથી શરૂ થઈને જેલ ચોકથી જવાહર ગ્રાઉન્ડ સુધી પહોંચશે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, સાંસદ ચંદુભાઈ શિહોરા ઉપસ્થિત રહેશે તદુપરાંત ધારાસભ્યઓ કિરીટસિંહ રાણા, શામજીભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ વરમોરા અને પરસોત્તમભાઈ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગર દ્વારા તમામ નાગરિકોને આ રાષ્ટ્રીય મહત્ત્વના કાર્યક્રમમાં સહભાગી થઈને સરદાર પટેલના “એક ભારત, શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!