કાંકરેજ તાલુકાના તાણા શ્રી ગોકુળ નગર સોસાયટી ગોગા મહારાજના મંદિરે ચાચર ચોકમાં ઓપરેશન સિંદૂર થીમ પર ગરબા,સાથે સેનાને સલામ..
સમગ્ર ગુજરાતમાં સાતમા નોરતે "ઓપરેશન સિંદૂર'"થીમ પર ગરબા,સાથે સેનાને સલામ...
કાંકરેજ તાલુકાના તાણા શ્રી ગોકુળ નગર સોસાયટી ગોગા મહારાજના મંદિરે ચાચર ચોકમાં ઓપરેશન સિંદૂર થીમ પર ગરબા,સાથે સેનાને સલામ..
—————————————-
સમગ્ર ગુજરાતમાં સાતમા નોરતે “ઓપરેશન સિંદૂર'”થીમ પર ગરબા,સાથે સેનાને સલામ…
—————————————-
ગૃહ રાજ્ય મંત્રીએ જાહેરાત કરી હતી કે ૨૮મી સપ્ટેમ્બર ૨૦૨૫ ને રવિવારના રોજ સાત મા નોરતે રાત્રે બરાબર ૧૧ કલાકે સમગ્ર ગુજરાત ભરમાં એકીસાથે ભારતીય સેનાના શૌર્યને સમર્પિત “ઓપરેશન સિંદૂર” ગરબાના ગાન સાથે ગરબે ઘુમવામાં આવે,ગરબે રમી દેશના વીર જવાનોને અનોખી સલામી આપવામાં આવે આ ઐતિહાસિક અવસરમાં જોડાઈને વિશ્વવિક્રમ રચવા માટે હર્ષ સંઘવીએ આહવાન કર્યું હતું. હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું કે, રાત્રે સમગ્ર ગુજરાત એક જ તાલે એક જ સૂરમાં આપણી સેનાના સન્માનમાં ઓપરેશન સિંદૂર પર બનેલા ગરબે ઘૂમશે.”આ પહેલ ગરબાના માધ્યમથી દેશભક્તિની ભાવનાને ઉજાગર કરશે જેને લઈ નવરચિત ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા અને તાણા ખાતે થરા પી.આઈ.કે.બી.દેસાઈ સહીત પોલીસ દ્વારા ઓપરેશન સિંદૂર થીમ સાથે રાત્રે ૧૧ વાગ્યે ગોકુળ નગર સોસાયટી ખાતે ઓપરેશન સિંદૂર થીમ પર ગરબે ઝૂમ્યા હતા ગરબે ઝૂમી સેનાના શોર્યને સલામ આપી હતી.ત્યારે શ્રીગોકુળ નગર સોસાયટીમા થરા સ્ટેટમાજી રાજવી એવમ પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,પ્રમુખ ચેતનાબેન સોની,તાણા ગામના પૂર્વ સરપંચ દશરથભાઈ ઠક્કર, નિરંજનભાઈ ઠક્કર,કનુભાઈ ઠક્કર,થરા પી.આઈ.કે.બી.દેસાઈ સહીત પોલીસ મિત્રોનું વિજયભાઈ ટેસ્ટી,રાજુભાઈ લાટી,લલિત કોટક,ઉમેશભાઈ પ્રજાપતિ,કનક ખત્રી,અંકુર ઠક્કર,હર્ષદ નીલકંઠ સહીત દરેક આયોજકોએ શાલ ઓઢાડી શ્રી ગોગા મહારાજની છબી આપી સન્માન કર્યું હતું.આરતી ઉતારી પ્રસાદ લઈ સૌ છુટા પાડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530