GUJARATKUTCHMANDAVI

કચ્છ જિલ્લા પ્રા. શિક્ષક સંઘ દ્વારા શિક્ષણમંત્રીનું અભિવાદન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૧ ફેબ્રુઆરી : તાજેતરના મંત્રીમંડળ વિસ્તરણ બાદ રાજ્યના કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી તરીકેની ધુરા સંભાળ્યા બાદ પ્રથમ વખત કચ્છ પધારેલ ડો. પ્રદ્યુમન વાજા સાહેબનું કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ અને ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શાલ, મોમેન્ટો અને તલવાર વડે અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા, જિલ્લા સંઘના ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સિનિયર ઉપપ્રમુખ જીતેન્દ્ર ઠક્કર, ઉપપ્રમુખો હરિભા સોઢા, જટુભા રાઠોડ, ભુજ તાલુકા સંઘના ખજાનચી કાંતિભાઈ સુથાર , શિક્ષણપ્રેમી દાતા પ્રવિણ ભદ્રા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!