
વિજાપુર રોટરી કલબ હોલ ખાતે રોટરી કલબ ના હોદ્દેદારો નો વર્ષ 2024 નો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રોટરી કલબ હોલ ખાતે રોટરીયેન તેમજ નવા પ્રમુખ મંત્રી સહીત હોદ્દેદારો નો શપથ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવા પ્રમુખ તરીકે હોદ્દો ગ્રહણ કરનાર સંજયભાઈ પટેલ મંત્રી તરીકે પ્રીતેશ પટેલ તેમજ રોટરેકટ પ્રમુખ ડો.ધર્મીન પટેલ તેમજ મંત્રી શ્રેયસ પટેલે શપથ લઈને હોદ્દો ગ્રહણ કર્યો હતો.તમામ હોદ્દો ગ્રહણ કરનાર હોદ્દેદારો ને ઈન્સ્ટોલેશન ઓફિસર ડીજીઇ નિગમ ચૌધરી તેમજ એજી.શ્યામ સુંદર અલુજાએ શપથ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડો સીજે ચાવડા તેમજ પૂર્વ ધારાસભ્ય એપીએમસી ચેરમેન કાંતિભાઈ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ તેમજ રોટ. રમેશભાઈ પટેલ. તેમજ રોટરી કલબના ચેરપર્શન શ્યામજી ભાઈ ગોર તેમજ પરેશભાઈ પટેલ તેમજ રોટરી કલબના સભ્યો સહીત ઉપસ્થિત રહ્યાં હતાં. સેવા ભાવી સંસ્થા રોટરી કલબ દ્વારા વિવિધ સેવાઓ કરેલી કામગીરી નો ઉપસ્થિત સભ્યો સમક્ષ કામગીરી સેવાઓ નું વાંચન કરવામાં આવ્યું હતુ દરેક ઉપસ્થિત સભ્યોએ આપેલી રોટરી કલબ ની સેવાઓ ને વધાવી હતી




