વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.
માંડવી,તા-22 મે : કચ્છના પી.એચ.સી અને આયુષ્માન આરોગ્ય મંદિરમાં “મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન” અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યો છે. ત્યારે ગાંધીધામ પી.એચ.સી ખાતે આવા જ એક કાર્યક્રમના ભાગરૂપે તાલુકાના આરોગ્ય અધિકારી શ્રી ડો.દીનેશ સુતરીયાના અધ્યક્ષસ્થાને “મેદસ્વિતા મુક્તિ” વિષય પર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મેદસ્વિતાથી થતા નુકસાન, મેદસ્વિતાને કેવી રીતે ઘટાડી શકાય અને કેવી રીતે માપી શકાય, બીનચેપી રોગોથી બચાવ માટેના ઉપાયો તથા જીવનશૈલીમાં બદલાવ જેવા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય અધિકારીશ્રી એ સ્ટાફ અને દર્દીઓને જણાવ્યું હતું કે, ફાસ્ટ ફુડ, ઓઈલી ફુડ, શુગર અને પેકેજ્ડ ફૂડના સેવનથી દૂર રહેવું અને તેના બદલે તાજા ફળો, શાકભાજી, ઓટ્સ, બ્રાઉન રાઈસ, ઓમેગા-૩થી ભરપૂર ખોરાક અપનાવવો જોઈએ. મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને માર્ગદર્શનનો લાભ લીધો હતો.