Rajkot: ચણાના ઊભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે લેવાના પગલા અંગેનીમાર્ગદર્શિકા જાહેર કરાઈ
તા.૯/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટજિલ્લામાં ખેડૂતોને ચણાના ઉભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે જરૂરી પગલા લેવા અંગેનીમાર્ગદર્શિકા જિલ્લા ખેતીવાડી અધિકારી રાજકોટ દ્વારા જણાવવામાં આવી છે. જે મુજબ, પાક ફેરબદલી કરવી. સારા કોહવાયેલા છાણિયા ખાતરનો ઉપયોગ કરવો,ઠંડીની શરૂઆત થાય પછી જ વાવેતરકરવું, ચણાની સુધારેલી જાતો જેવી ગુજરાત ચણા-૫ પિયતવિસ્તારમાં અને બિનપિયત માટે ગુજરાત ચણા-૬ તથા ગુજરાત ચણા-૩ નું વાવેતર કરવું, મૂળનો કોહવારો રોગના નિયંત્રણ માટેપાક વાવતા પહેલાં દિવેલીનો ખોળ હેક્ટરે ૧૦૦૦ કિલો પ્રમાણે જમીનમાં આપવો, સુકારા રોગના નિયંત્રણ માટેટ્રાઈકોડર્મા વીરીડી ૨.૫ કિ.ગ્રા. ને ૨૫૦ કિ.ગ્રા. એરંડીનો ખોળ અથવા છાણિયાખાતરમાં ભેળવી વાવણી વખતે ચાસમાં આપવું.ચણાના પાકમાં સુકારો અને મૂળખાઈ રોગના નિયંત્રણ માટેટ્રાઈકોડર્મા વીરીડી અથવા ટ્રાઈકોડર્મા હરજીએનમ (૨×૧૦° સીએફયુ/ગ્રામ)સંવર્ધિત છાણિયા ખાતરને (૧૦ કિલો જૈવિક નિયંત્રક પ્રતિ ૧ ટન છાણિયા ખાતર) ૧ ટન/હેકટર પ્રમાણે વાવણી વખતે ચાસમાં આપવું.
સ્ટંટવાયરસના નિયંત્રણ માટે બે હાર વચ્ચે ૩૦ સે.મી. નું અંતર રાખવાથી રોગનું પ્રમાણઘટાડી શકાય છે. ચણામાં રોગ નિયંત્રણ માટે બીજને થાયરમ ૨ ગ્રામ + કાર્બેન્ડાઝીમ ૧ગ્રામ/ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી અથવા જૈવિક નિયંત્રણ માટે ટ્રાઈકોડર્માવીરીડી ૪ ગ્રામ અને કાર્બોક્ષીન ૧ ગ્રામ પ્રતિ ૧ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી.અથવા ટાલ્ક આધારિત ટ્રાઈકોડર્મા વીરીડી અથવા ટ્રાઈકોડર્મા હરજીએનમ – ૧% વે.પા.ની૫૦ ગ્રામ બનાવટને ૨૫૦ મિ.લિ. પાણીમાં પ્રતિ કિલો બીજ પ્રમાણે ભેળવી ૧૦ કલાક બોળીછાંયડામાં સૂકવી વાવણી માટે ઉપયોગમાં લેવા. ચણાના પાકમાં લીલી ઇયળના નિયંત્રણ માટેધાણા, રાઈ જેવા આંતર પાક તરીકે વાવેતરકરવું. ખેતરની ફરતે તેમજ પાકની વચ્ચે પિંજર પાક તરીકે ગલગોટાનું વાવેતર કરવું.ખેતરના શેઢા-પાળાના નિંદણનો નાશ કરવો.વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલમુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા જણાવવામાં આવે છે.
આ અંગે વધુજાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણઅધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતીનિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવો.