GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાની ધનોરી પ્રાથમિક શાળામાં ગુજરાત સ્થાપના દિનની વિશેષ ઉજવણી કરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા. 1 મે -2025 ના દિને ધનોરી પ્રાથમિક શાળામાં ગુજરાત સ્થાપના દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. આજના દિને શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ શાળામાં નિવૃત્ત થતા શિક્ષિકા શ્રીમતી હંસાબેન પટેલ નો વિદાય સમારંભ તથા  નવસારી ડાંગ અને વલસાડ જિલ્લા ક્ષય અને રક્તપિત નિવારણ મંડળ તથા લાયન્સ ક્લબ ગણદેવી અને અલાયન્સ ઇન્ટરનેશનલ ની ઉપસ્થિતિમાં ટીબીના દર્દીઓને હેલ્થ કીટ વિતરણ કરવામાં આવી. આ પ્રસંગે વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓ અને નિવૃત્ત શિક્ષિકા હંસાબેન પટેલ નું સન્માન કરવામાં આવ્યું. ઉપસ્થિત સૌ મહેમાનોએ વિદ્યાર્થીઓ આગળ વધુ અભ્યાસ કરે તે માટે આશિર્વચનો કહ્યા તેમજ નિવૃત્ત શિક્ષિકા હંસાબેન ને હવે પછીના તંદુરસ્ત જીવન માટેની શુભકામનાઓ પાઠવી. આ પ્રસંગે લાયન્સ ક્લબ ગણદેવીના પ્રમુખ પ્રીતિબેન,વરિષ્ઠ પત્રકાર પરેશભાઈ અધ્વર્યું ,અરૂણભાઇ નાયક ,અબ્દુલભાઈ ખલીફા ,મુકેશભાઈ હળપતિ, છગનભાઈ હળપતિ, અરવિંદભાઈ શાહ ,બાબુભાઈ હળપતિ, જયેશભાઈ ખલાસી, મહેશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહી સૌને શુભકામનાઓ પાઠવી.ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સૌ વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતની ઝાંખી કરાવતી સાંસ્કૃતિક કૃતિઓ એ સૌનું આકર્ષણ જમાવ્યું. ટીબી કીટ વિતરણના મુખ્ય દાતા જયદીપભાઇ ધુમાડિયા રહ્યા તથા કાર્યક્રમની આભાર વિધિ કરી.

Back to top button
error: Content is protected !!