GUJARATKUTCHMANDAVI

શિક્ષણ પ્રત્યે ગુજરાત સરકાર તત્પર અને પ્રયત્ન શીલ – જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા 

2 કરોડના ખર્ચે મીરઝાપર કુમાર શાળાના નૂતન બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું 

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૦ માર્ચ : ગુજરાત સરકાર શિક્ષણ પ્રત્યે સંવેદનશીલ બનીને બાળકોને તમામ પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય તે દિશામાં કાર્ય કરી રહી છે. વર્તમાન સમયમાં આ બિલ્ડિંગ 2 કરોડ અને 10 લાખ ના ખર્ચે બનેલ છે જે દર્શાવે છે કે, રાજ્ય સરકાર બાળકોના શિક્ષણ માટે હમેશા  તત્પર અને પ્રયત્નશીલ છે તેવું મિરઝાપર કુમાર શાળાના નૂતન બિલ્ડીંગનું લોકાર્પણ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ જનક સિંહ જાડેજાએ જણાવ્યું હતું. આ ઉપરાંત સૌ સાથે મળી ગામના વિકાસમાં સહભાગી થવા  શીખ આપી હતી.આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર અને પ્રા.શિક્ષણાધિકારી પૃથ્વીરાજ સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, વિશાળ 11 રૂમો, સેનીટેશનની આધુનિક સગવડ અને ફાયર સુવિધા ધરાવતા આ બિલ્ડિંગમાં શેડ તથા ગ્રાઉન્ડ ડેવલોપિંગ ની વિશેષ કાળજી રાખવામાં આવી છે. જેનો  બાળકો સવિશેષ ઉપયોગી સાબિત થશે.આ લોકાર્પણમાં જિલ્લા પંચાયત  ઉપપ્રમુખ શ્રીમતિ મનીષાબેન વેલાણી  ખાસ હાજર રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. જ્યારે સમગ્ર તાલુકા ના વિકાસની જવાબદારી જેમના શિરે છે એવા ગામના અગ્રણી અને તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી, સામાજિક અગ્રણી અને પૂર્વ ઉપસરપંચ શિવજીભાઈ,રામભાઇ ગઢવી વગેરે  હાજર રહ્યા હતા આ ઉપરાંત. કાર્યક્રમમાં તાલુકા પ્રા. શિક્ષણાધિકારી ભુજ SSA સિવિલ સ્ટાફ, બન્ને શાળા સ્ટાફ તથા સારી એવી સંખ્યામાં  વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન crc કો.ઓ. જાની ભાઈએ કર્યું હતું.

Back to top button
error: Content is protected !!