AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં ચાલી રહેલ આદિ કર્મયોગી અભિયાન સંદર્ભે ગુજરાત વિધાનસભા નાયબ દંડક વિજયભાઇ પટેલે માહિતી આપી….

વાત્સલ્યમ્ સમાચાર

    મદન વૈષ્ણવ

 

ડાંગ જિલ્લાના આદિવાસી ક્ષેત્રના ૨૨૨ ગામોમાં આદિ સેવા કેન્દ્ર કાર્યરત કરાશે*

ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દરેક ક્ષેત્રે  વિકાસ કરવા સરકાર કટ્ટીબ્ધ– વિજયભાઇ પટેલ

ભારત સરકાર દ્વારા ધરતીઆંબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન હેઠળ રાજયભરમાં તા.૨૨ ઓગસ્ટ થી તા.૨ ઓકટોબર સુધી આદિ કર્મયોગી અભિયાન યોજાઇ રહેલ છે. જે સંદર્ભે આજરોજ ગુજરાત વિધાનસભા નાયબ દંડક વિજયભાઇ પટેલે માહિતી આપી હતી. આ અભિયાનનો મુખ્ય આશય આદિવાસીઓનો સર્વક્ષેત્રે વિકાસ કરવાનો છે. ગ્રામીણ ક્ષેત્રના જનજનને વિકાસમાં જોડીને ૨૦૪૭ ના વિકાસશીલ ભારતમાં ભાગીદાર બનાવવાનો છે. આ અભિયાનના અંતર્ગત મુખ્યત્વે ત્રણ(3) લક્ષ્યો હાંસલ કરવાના છે. જેમા ૧. સરકાર દ્વારા બહાર પાડેલ જુદી જુદી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધિ પોંહચાડી ૧૦૦% સંતૃપ્તતા હાંસલ કરવી. ૨. તેમજ વિલેજ એક્શન પ્લાન તૈયાર  કરી વિઝન – ૨૦૩૦ અંતર્ગત ૫ વર્ષમાં  દરેક ૨૨૨ ગામોનો મોડલ વિલેજ સ્વરૂપે વિકાસ કરવો. ૩. ગ્રામ કક્ષાએ જ સમસ્યાઓ સાંભળી તેનુ નિરાકરણ કરવા આદિ સેવા કેન્દ્રો કાર્યરત કરવા. જેના માટે ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારના ૨૨૨ ગામોમાં આદિ સેવા કેન્દ્ર બનાવવામાં આવી રહ્યાં છે. જેમાં ફરિયાદ નિવારણ કેન્દ્ર, યોજનાઓનું એનાલીસીસ, અધિકારીઓએ દર અઠવાડિયે એક કલાકની સેવાઓ આપવાની રહેશે. આદિવાસી ગામમાં તેમની તમામ જરૂરિયાતો સંતોષાય તે મુજબની સેવાઓ ઉપલબ્ધ કરાવાશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આદિવાસીઓના વિકાસ માટે આદિ કર્મયોગી અભિયાન કારગત નીવડશે.  વિજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર-રાજય સરકારનો આશય છેવાડાના માનવીને યોજનાકીય લાભ આપીને પગભર બનાવવાનો છે. જેથી કાગળ પર ન રહી, ગ્રામ્ય કક્ષાના સ્થાનિક લોકો અને પ્રજાના પ્રતિનિધિઓને સાથે રાખીને ગ્રામ વિઝન તૈયાર કરવામાં આવે તે અતિ જરૂરી છે. મુખ્ય ઉદેશ આદિવાસી વિસ્તારોમાં ગ્રામ્ય શાસન અને સેવા બહેતર બનાવવાનો છે. આદિ કર્મયોગી અભિયાન હેઠળ ડાંગ જિલ્લાના દરેક આદિવાસી પરિવારને પાકુ ઘર, શુદ્વ પીવાનું પાણી, વીજળીકરણ, આરોગ્ય સેવાઓ, શિક્ષણ, રોજગાર તક, માન સન્માન, સમૃ્દ્વિ અને સાંસ્કૃતિક વારસાને જતન કરવાનો છે. જિલ્લામાં  ૩ તાલુકાના ૨૨૨ ગામોના તમામ લોકોને આવરી લેવાશે. જેંમા આહવા તાલુકાના ૭૨, વઘઇના ૬૬, સુબીર ૮૪, ગામોનો સમાવેશ થાય છે. આદિ કર્મયોગી અભિયાન હેઠળ જુદા જુદા વિભાગમાંથી માસ્ટર ટ્રેનર, બ્લોક નોડલ ઓફિસર, બ્લોક માસ્ટર ટ્રેનરની નિમણૂંક કરવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાએ ગામના આગેવાનો, પદાધિકારીઓ સાથે રાખીને વિલેજ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાનો રહેશે. જેની ચર્ચા- મંજુરી ૨  ઓકટોબર-૨૦૨૫ ના રોજ યોજાનાર ગ્રામ સભામાં કરવામાં આવશે. ગામજનોને આ બાબતે અગાઉથી જાણકારી આપવાની રહેશે. જેથી વિકાસનો માઇલ સ્ટોન તૈયાર થઇ શકે.

કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી સમાજના કલ્યાણ માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા, તાલુકા, ગ્રામ્ય સ્તરે જવાબદારીઓ સોંપવામાં આવી છે. સેવાભાવી સંસ્થાઓને પણ આદિવાસીઓના વિકાસ કાર્યમાં જોડવામાં આવેલ છે.

વધુમાં ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના તમામ ક્ષેત્રે વિકાસ કરવા સરકાર કટ્ટીબ્ધ છે તેમ વિજયભાઇ પટેલે જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!