રાષ્ટ્રીય શિક્ષક દિને રાજયપાલના હસ્તે આચાર્ય શાંતિલાલ ભોઈને ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૫ એનાયત થશે.

તારીખ ૨૦/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
રાષ્ટ્રીય શિક્ષક દિને રાજયના મહામહિમ રાજયપાલના હસ્તે આચાર્ય શાંતિલાલ.કે. ભોઈને ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક – ૨૦૨૫ એનાયત થશે.
ગુજરાત સરકાર દ્વારા રાજયભરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમા ફરજ બજાવતાં શિક્ષકોની કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ આપીને તેમનું સન્માન કરવામાં આવે છે. આ વર્ષે પણ પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ વિભાગ અંતર્ગત આવતાં કુલ-૩૦ શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષકોની રાજ્ય પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની ગોરા (ન.પુ.વ) પ્રાથમિક શાળાના આચાર્ય શાંતિલાલ કોદરભાઈ ભોઈની પસંદગી કરવામાં આવી છે. આ અન્વયે રાજય પ્રાથમિક શિક્ષણ વિભાગ અને માધ્યમિક શિક્ષણ વિભાગના શિક્ષકોને રાજય પારિતોષિક–૨૦૨૫ આપવા માટે જિલ્લા કક્ષાની સમિતિઓ દ્વારા મળેલ ભલામણોને આધારે રાજય કક્ષાએ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે, રાષ્ટ્રીય શિક્ષક દિને પસંદ થયેલ રાજયના શ્રેષ્ઠ શિક્ષકોને ગાંધીનગર ખાતે રાજય પારિતોષિક-૨૦૨૫ એવોર્ડ એનાયત કરવામાં આવશે. તેમ શિક્ષણ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.





