BANASKANTHAGUJARAT

તાણા (થરા) શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે ગુંજન વાર્ષિકોત્સવ -૨૫ યોજાયો.

તાણા (થરા) શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે ગુંજન વાર્ષિકોત્સવ -૨૫ યોજાયો.

તાણા (થરા) શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે ગુંજન વાર્ષિકોત્સવ -૨૫ યોજાયો.

કાંકરેજ તાલુકાના તાણા (થરા) ખાતે આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિરનાપટાંગણમાં શ્રી સરસ્વતી શિશુ વાટિકા-૩ તથા કક્ષા-૬ ના બાળકોનો ગુંજન વાર્ષિકોત્સવ -૨૫ તા.૦૮/૦૩/૨૦૨૫ તથા કક્ષા-૪ અને કક્ષા-૯ ના વિધાર્થીઓનો ગુંજનવાર્ષિકોત્સવ -૨૫ તા.૦૯/૦૩/૨૦૨૫ ના રોજ રાત્રે ૮.૩૦ કલાકે ઉદ્ધઘાટક અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન પ્રમુખ પ્રવીણભાઈ ઠક્કર,અધ્યક્ષ બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ એન.પિલિયર (ચૌધરી), અતિથિ વિશેષ પાટણ વિભાગ અધ્યક્ષ પ્રહલાદભાઈ પ્રજાપતિ,કે.જી. હોસ્પિટલ થરાના એમ.ડી.ગાયનેક ડૉ.રમેશભાઈ ચૌધરી, કરશનભાઈ ચૌહાણ,નિશાંત ગીરીશભાઈ પટેલના અતિથિ વિશેષપદે ગુંજન વાર્ષિકોત્સવ- ૨૫ યોજાયો હતો.દીપપ્રગટ્ય કરી કાર્યક્રમ ની શુભ શરૂઆત કરવામાં આવેલ જેમાં પ્રાર્થના,રસ ગરબા,દેશભક્તિ ગીત,શિશુગીતો,નાટક સાહસિક કાર્યક્રમો વગેરે કૃતિઓ બાળકોએ રજુ કરેલ.પધારનાર મહેમાનોનું બાલિકાઓએ સ્વાગતગીત દ્વારા જયારે ટ્રસ્ટી ઈશ્વરભાઈ ઠક્કર સહીત ટ્રસ્ટી ગણે સ્વામી વિવેકાનંદની મૂર્તિ આપી સન્માન કર્યું હતું.કાંકરેજ તાલુકાના ઉણ સી.આર.સી. જલાભાઈ લોઢા (દેસાઈ) એ મહેમાનોનો પરિચય કરાવ્યો હતો.ખારિયા પે. કેન્દ્ર શાળાના આચાર્ય પ્રહલાદભાઈ બી.પ્રજાપતિએ પ્રાસંગિક પ્રવચન કરી શિશુ મંદિરના દીદીઓ- ગુરૂજીઓ વિધાર્થીઓને અભ્યાસ ની કાળજી રાખી સારૂ શિક્ષણ આપી ઉચ્ચસ્તરે મોકલે છે. આ શાળામાં અભ્યાસ કરી સારી પોસ્ટ મેળવેલ વિધાર્થીઓનું આજે સન્માન થઈ રહ્યું છે જે આપ સર્વે જોઈ રહ્યા છો.આ શાળામાં અભ્યાસ કરી વિવિધ જગ્યાએ સેવા આપતા તેમજ ઉચ્ચ અભ્યાસ કરતા ભૂતપૂર્વ વિધાર્થીઓ પ્રિન્સ ઠક્કર, સાગર દેસાઈ,રાજ ઠાકર,નૈતિક સોની, વિમલ બારોટ, કૃપા સોની,ચિરાગ ગૌસ્વામી,વિજય ઈશ્વરભાઈ પ્રજાપતિ ને વિદ્યાની દેવી માઁ સરસ્વતીની મૂર્તિ આપી સન્માન કરતા અનેરો આનંદ છવાયો હતો.સુખદેવસિંહ સોઢા,કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટવર પટેલ,તાણા સરપંચ દશરથભાઈ ઠક્કર, સતિષભાઈ પટેલ,ઓગડ વિદ્યા મંદિરના અશોકભાઈ પઢીયાર, વશરમભાઈ રાવળદેવ, ડુંગરાસણ શાળાના શિક્ષક પ્રહલાદભાઈ પી.પ્રજાપતિ કાકર, સુખદેવભાઈ સુથાર,રસ્મિકાન્ત પંચોલી,હર્ષદ ઠક્કર સહિત વિશાળ સંખ્યામાં શિક્ષક વર્ગ, વાલીગણ,વિદ્યાર્થી ભાઈઓ -બહેનો હાજર રહ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!