MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વોર્ડ નંબર 6 ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ખુશખબર: કોર્પોરેટર કેયુરભાઈ પંડ્યા દ્વારા યોજાશે ‘સરસ્વતી સન્માન સમારોહ’

 

MORBI:મોરબી વોર્ડ નંબર 6 ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ખુશખબર: કોર્પોરેટર કેયુરભાઈ પંડ્યા દ્વારા યોજાશે ‘સરસ્વતી સન્માન સમારોહ’

વોર્ડ નંબર 6 ના યુવા અને ઉત્સાહી કોર્પોરેટર એન્જિનિયર કેયુરભાઈ પંડ્યા દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક સરાહનીય પ્રત્યત્ન કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 6 માં રહેતા અને કેજી (KG) તેમજ ધોરણ 1 થી 12 માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આગામી સમયમાં એક ભવ્ય ‘સરસ્વતી સન્માન સમારોહ’ (વિદ્યાર્થી સન્માન સમારોહ) નું આયોજન થવા જઈ રહ્યું છે.

આ સમારોહ અંતર્ગત વોર્ડના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમનું બહુમાન કરવામાં આવશે.

દસ્તાવેજો જમા કરાવવા અંગેની વિગત:

સમારોહમાં ભાગ લેવા માટે વોર્ડ નંબર 6 માં રહેતા વિદ્યાર્થીઓએ પોતાના જરૂરી દસ્તાવેજો નિયત સમયમર્યાદામાં જમા કરાવવાના રહેશે.

જરૂરી આધાર-પુરાવા: વિદ્યાર્થીની માર્કશીટ તથા ઓળખના પુરાવા તરીકે [Aadhaar Redacted] (પોતાનું અથવા પિતાનું) ની નકલ.

ખાસ નોંધ: નકલની પાછળ પોતાનું પૂરું સરનામું અને 2 કાર્યરત મોબાઈલ નંબર ખાસ લખવાના રહેશે.

સમયગાળો: તારીખ 21-05-2026 થી 15-06-2026 સુધીમાં ફોર્મ/નકલ પહોંચાડી દેવાની રહેશે.

દસ્તાવેજો જમા કરાવવા માટેના નિયત સ્થળો:

વિદ્યાર્થીઓ અને વાલીઓની સગવડતા માટે વોર્ડમાં અલગ-અલગ 7 કેન્દ્રો પર વિગતો સ્વીકારવામાં આવશે: 1 મહાલક્ષ્મી માતાજી મંદિર, બજાર લાઈન (હરીશભાઈ દવે) 99784 42821

2 હસમુખ પાન પાર્લર, ભાવની ચોક (આશિષભાઇ રાયગગલા) 98983 97288

3 ભગત કિરાણા સ્ટોર, કુબેરનાથ રોડ (સચીનભાઈ વોરા) 98798 80008

4 બી.કે.એસ. જવેલર્સ, સોની બજાર મેઈન રોડ (આશિષભાઇ વાગડીયા) 97273 77444

5 અમુભાઈ દરજી, સાંકડી શેરી, ગ્રીન ચોક પાસે (અમુભાઈ દરજી) 97241 58907

6 મનોજ જવેલર્સ, સોની બજાર મેઈન રોડ (અમિતભાઇ પાટડીયા) 84889 06002

7 જનતા સ્ટેશનરી, કુબેરનાથ મંદિર મેઈન રોડ (એડવોકેટ બિલાલભાઈ ખોલેરા) 84601 15928

વોર્ડ નંબર 6 ના તમામ લાયક વિદ્યાર્થીઓને આ સુવર્ણ તકનો લાભ લેવા અને સમયસર પોતાના દસ્તાવેજો જમા કરાવી દેવા કોર્પોરેટર કેયુરભાઈ પંડ્યાની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!