GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ની નવરચના ગુરુકુલના વિધાર્થી અંડર-17 ટેક્વેડો રમતમાં રાજ્યકક્ષાએ તૃતીય નંબર મેળવ્યો.
તારીખ ૧૦/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
રાજ્ય કક્ષાએ ટેક્વેડો અંડર 14 – 17 -19 ના ભાઈયાઓ અને બહેનોની S.G.F.I સ્કૂલ ગેમ્સ યોજાઇ હતી.જેમાં પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકાની નવરચના ગુરુકુલના ગુજરાતી માધ્યમના વિધાર્થીએ ભાગ લીધો હતો, જેમાં ધોરણ 8 નો વિધાર્થી હાર્દિકકુમાર દિલીપસિંહ રાઠોડ અંડર -17 ટેક્વેડો રમતમાં રાજ્યકક્ષાએ તૃતીય નંબર મેળવી શાળા તથા જિલ્લા નું નામ રોશન કરેલ છે . શાળા પરિવાર તરફ થી ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.