GUJARATKUTCHMANDAVI

શ્રી સારસ્વતમ સંચાલિત કે.જી. સાવલા હાઈસ્કૂલ, રામાણિયામાં ગાયનેક આરોગ્ય ચકાસણી શિબિર યોજાઈ.

હેમંતકુમાર રાંભિયાના માર્ગદર્શન હેઠળ ૧૧૦ વિદ્યાર્થિનીઓની તપાસ — મફત દવા, હેલ્થ ટોનિક અને સેનીટરી નેપકિન વિતરણ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૬ ફેબ્રુઆરી : શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટના સહયોગથી શ્રી સારસ્વતમ સંચાલિત કે.જી. સાવલા હાઈસ્કૂલ રામાણિયામાં વિદ્યાર્થિનીઓ માટે ગાયનેક આરોગ્ય ચકાસણી શિબિર યોજાઈ હતી.શાળાની ઘણી વિદ્યાર્થિનીઓને નાની મોટી ગાયનેક સમસ્યાઓ ને લીધે વિદ્યાર્થીનીઓના શિક્ષણ પર તેની નેગેટિવ અસર પડતી હતી અને બીજી તરફ બોર્ડ ની પરિક્ષાઓ નજીક આવી રહી છે તેથી વિદ્યાર્થીનીઓની સમસ્યા નુ નિવારણ થાય અને વિધાર્થીનીઓ અભ્યાસ મા ધ્યાન કેન્દ્રિત કરી શકે તે હેતુસર શાળા ના આચાર્ય શ્રીમતિ જયશ્રીબેન બાબુલાલ ત્રિવેદી એ આ અંગે બિદડા સર્વોદય ટ્રસ્ટ ના મેનેજિંગ ડિરેક્ટર હેમંતકુમાર રાંભિયા ને જાણ કરી હતી અને તેમણે તરત જ શિબિરનું આયોજન કરાવ્યું અને શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ તરફથી મફત દવાઓ તથા હેલ્થ ટોનિક વિતરણની વ્યવસ્થા કરવામા આવી હતી. આ શિબિરમાં બિદડા હોસ્પિટલ મા સેવા બજાવતા પ્રખ્યાત ગાયનેકોલોજીસ્ટ ડૉ. નીલેશ ચૌહાણ, ડૉ. નેહા ચૌહાણ તથા તેમની ટીમે કુલ ૧૧૦ વિદ્યાર્થિનીઓની ચકાસણી કરી આરોગ્ય, સ્વચ્છતા તથા માસિક ધર્મ સંબંધિત માર્ગદર્શન આપ્યું. દરેક વિદ્યાર્થિનીને મફત સેનીટરી નેપકિન પણ આપવામાં આવ્યા હતા. આ શિબિરની વિશેષતા એ રહી હતી કે માત્ર ચેકઅપ નહિ પરંતુ જરૂરી તમામ દવાઓ તથા હેલ્થ સપ્લીમેન્ટ બિદડા સર્વોદય ટ્રસ્ટ તરફથી ફ્રી મા આપવામા આવ્યા હતા,જરૂરિયાત જણાય એવી દિકરીઓને આગળ ની સારવાર માટે ની વ્યવસ્થા પણ કરવામા આવી હતી.શાળા ની દિકરીઓના હિમોગ્લોબીન ચેક કરવામા આવ્યા હતા અને એમા પણ હિમોગ્લોબીન વધે એવા આહાર ની સમજ આપવામા આવી હતી અને જરૂરી ટોનિક આપવામા આવ્યા હતઆ શિબિર  હેમંતકુમાર રાંભિયાના નેતૃત્વ અને શાળા પ્રિન્સિપાલ શ્રીમતી જયશ્રીબેન ત્રિવેદીની પ્રેરણાથી અને બિદડા સર્વોદય ટ્રસ્ટ ના સહયોગ અને શાળાના સંકલન સાથે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.

Back to top button
error: Content is protected !!