GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ફરિયાદી પોતાનુ કાયદેસરનું લ્હેણુ સાબીત ન કરી શકતા રૂ 3.50 લાખના ચેક રિટર્ન કેસમાં હાલોલ કોર્ટે આરોપીને નિર્દોષ ઠેરવી છોડી મુક્યો.

 

તારીખ ૦૬/૦૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

હાલોલના ફુલાભાઈ પાર્ક પાસે કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા નિલેશભાઈ લાલાભાઇ ઉર્ફે લાલાભાઈ ગઢવી દ્વારા હાલોલના પાવાગઢ રોડ મોઘાવાડા ખાતે રહેતા સલમાન મુસ્તુફાભાઈ બાગવાલા સામે રૂ ૩,૫૦,૦૦૦/ ની રકમ ટુકડે ટુકડે હાથ ઉછીની આપી હોવાની વિગતે ચેક રિટર્ન ની ફરિયાદ નોંધાવી હતી. જેમા ચેક ઈશ્યૂ કરેલ તારીખના સમયે ફરિયાદીને આરોપી પાસે કાયદેસરની લ્હેણી રકમ રૂ ૩,૫૦,૦૦૦/ ની હોવાનું ફરિયાદ પક્ષ પુરવાર કરી ન શકતા હાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ જે કે ક્રિશ્ચિયન દ્વારા આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. ફરિયાદી ભજીયાની લારી તેમજ પશુપાલન અને ખેતી કામ કરે છે અને આરોપી સાથે ઘણા વર્ષો જુની મિત્રતા હોવાના કારણે એપ્રિલ ૨૦૨૨ થી નવેમ્બર ૨૦૨૨ ના સમયગાળામાં ટુકડે ટુકડે છ વખત આરોપીને મોબાઈલની નવી દુકાન માટે રૂ ૩.૫૦ લાખની રકમ ત્રણ માસના વાયદે આપી હતી જે પરત કરવા આરોપીએ રૂ ૩.૫૦ લાખનો તા ૦૪/૦૨/૨૩ ના રોજ નો ચેક લખી આપ્યો હતો જે ચેક ડ્રોઅર સિગ્નેચર ડીફર ના શેર સાથે રિટર્ન થયા બાદ આરોપી સામે ફરિયાદ દાખલ કરી હતી જે કેસમાં આરોપી તરફે એડવોકેટ એ એસ દિવાન હાજર થયા હતા અને ફરિયાદીની ઉલટ તપાસ કરી હતી. આરોપી તરફે એડવોકેટ જે બી જોશી હાજર રહીને દલીલો કરી હતી. ફરિયાદીએ પોતાની ઉલટ તપાસમાં સ્વીકારેલ કે આરોપીના પત્ની અને બાળકોના નામ જાણતા નથી. પોતે એકાઉન્ટન્ટ મારફતે ઈનકમ ટેક્ષ રિટર્ન ભરે છે પરંતુ ચેક ના વ્યવહાર ની આરોપીને આપેલ રકમ નો ઉલ્લેખ તેઓએ તેમના એકાઉન્ટન્ટ ને કરી નથી કે ઈનકમ ટેક્ષ રિટર્ન માં પણ બતાવેલ નથી. કઈ તારીખે કેટલી રકમ આરોપીને આપી તે બતાવવા પોતાની ડાયરી રજૂ કરેલ નથી.ચેક સિવાયનો કોઈ નાણાંકીય વ્યવહાર આરોપી સાથે થયેલ નથી તેવું સ્વીકારે છે તેમ છતાં પણ વર્ષ ૨૦૨૨ ના સમયગાળામાં દરમ્યાન આરોપીએ ફરિયાદીને જુદી જુદી તારીખમાં ગુગલ પે મારફતે કુલ રૂ ૩૮,૦૦૦/ ચૂકવ્યા હોવાનું સ્વીકારેલ છે અને ફરિયાદી આ રકમ અલગ વ્યવહારની હોવાનો ખુલાસો કરેલ છે જે ખુલાસો ગ્રાહ્ય રાખવા પાત્ર ન હોય સમગ્ર બાબતે હાલોલના ચીફ જયુ મેજિસ્ટ્રેટ જે કે ક્રિશ્ચિયન દ્વારા આરોપી સલમાન મુસ્તુફાભાઈ બાગવાલા ને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ આપ્યો છે.

Back to top button
error: Content is protected !!