GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

છેડતી અને પોક્સો ની ખોટી ફરિયાદના આરોપીને નિર્દોષ ઠેરવી ફરીયાદી ઉપર ફરિયાદ કરવા હાલોલ સેશન્સ કોર્ટ નો આદેશ.

 

તારીખ ૨૫/૦૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ઘોઘંબા તાલુકાના એક ગામની પીડિતાએ રાજગઢ પોલીસ મથકે તા ૦૩/૦૪/૨૩ ના રોજ સંજયસિંહ ઉર્ફે સંજયકુમાર ઉર્ફે લાલાભાઈ મહેન્દ્રસિંહ સોલંકી સામે છેડતીની ફરિયાદ નોંધાવી પોતે ૧૭ વર્ષ ૨ માસની હોય તા ૩૦/૦૩/૨૩ ના રોજ પોતે ખેતરમાં પોતાના દાદાને જમવા બોલાવવા સાંજના ૭ વાગે ગયેલ ત્યાંથી પરત ફરતા આરોપી સંજયસિંહ ઉર્ફે સંજયકુમાર ઉર્ફે લાલાભાઈ મહેન્દ્રસિંહ સોલંકીએ પોતાની એકલતાનો લાભ લઈ મકાઈના ખેતર પાસે જમણો હાથ પકડી લીધો અને ખેંચવા લાગ્યો હતો પીડિતા જેમતેમ કરી હાથ છોડવી ઘરે પહોંચી હતી આ હકીકત પોતાના ઘરે જણાવતા તેણીના મમ્મી પપ્પા અને બહેન આરોપીના ઘરે કહેવા ગયા હતા ત્યારે સંજયે અને તેના ભાઈએ લાકડી વડે તેણી તથા તેના પિતાને મારેલ પિતાએ હાલોલ ખાતે સારવાર કરાવેલ જે બાદ ફરિયાદ નોંધાવી અને ઘોઘંબા કોર્ટ માં તેનુ ૧૬૪ મુજબનું નિવેદન નોંધવામાં આવ્યુ હતુ ફરિયાદ બાદ ચાર્જશીટ થતા હાલોલના એડી સેશન્સ જજ અને સ્પેશીયલ જજ પોક્સો સમક્ષ કેસ ચાલ્યો હતો જેમા આરોપી તરફે એડવોકેટ કે ડી મલેક હાજર રહ્યા હતા. જેમાં મુખ્ય હકીકત ફરિયાદીની ઊલટ તપાસમાં બહાર આવ્યું હતું કે ફરિયાદીની બહેન તેના દાદાને બોલાવવા સાંજે ૭:૩૦ કલાકે ગયેલ ત્યારે સંજયભાઈ મહેન્દ્રસિંહ સોલંકી સાથે વાડામાં જવા બાબતે ઝઘડો થયો હતો અને તેને કહેવા જતા તેના ભાઈએ લાકડી મારી સંજયે ગડદા પાટુનો માર માર્યો જાનથી મારી નાખવાની ધમકી આપી જેથી પતિ તેમજ છોકરી ને રણજીતનગર સરકારી દવાખાને સારવાર કરાવેલ જે બાબતે ફરિયાદીની માતાએ રાજગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વધુમાં પીડિતાની ઊલટ તપાસમાં પોતે સ્વીકારેલ કે ડોક્ટર સમક્ષ સારવાર માટે ગયા ત્યારે છેડતી કે મારામારી ના બનાવ બનેલ છે તેવી કોઈ હકીકત જણાવેલ નથી. તથા ફરિયાદમાં આરોપી પોતાનો હાથ પકડી મકાઈના ખેતરમાં ઢસડી ગયો અને પાડી દીધેલ પગ પકડીને ખેંચવા લાગ્યો હોવાની વિગત લખાવેલ નથી તેવુ પણ સ્વીકારેલ.પીડિતા ના જન્મ ની કોઈ નોંધણી થયેલ નથી તેવુ તલાટી કમ મંત્રી એ ઊલટ તપાસમાં સ્વીકારેલ જેથી અને સ્કુલ લિવિંગ સર્ટિ વાલીએ ભરેલ ફોર્મ આધારે આપવામાં આવ્યું છે તેવુ શાળાના આચાર્ય સ્વીકારેલ જેથી ફરિયાદ પક્ષ પીડિતા ની ઉમર બનાવ સમયે ૧૭ વર્ષ ૨ માસ ની હોવાનું પુરવાર કરી શકેલ નથી. બન્ને પંચો ફરિયાદની હકીકત ને સમર્થન આપતા નથી, પીડિતાની માતા અને બહેન બનાવ સમયે ઘરે હતા તેવુ સ્વીકારેલ છે ફરિયાદીની માતાએ આજ દિવસે આરોપી સામે પોતે પોતાની બન્ને પુત્રીઓ અને પતિ સાથે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હોવાની હકીકત કબુલ કરી છે. સમગ્ર મામલે આરોપીના માતાએ દૂધ ઉત્પાદક મંડળી ની બાબતે પીડિતાના દાદા, ભાઈ, પિતા, માતા, બહેન સામે તા ૦૪/૧૦/૨૨ ના રોજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી તથા ૦૮/૦૬/૨૨ તથા તા ૦૭/૧૧/૨૨ ના રોજ દુધ મંડળીના લેટર પેડ પર પણ પીડિતા ના પરિવાર સામે ફરિયાદ આપેલ છે. ધંધાકીય અદાવત તેમજ દુધ મંડળીમાં પીડિતાના દાદા ના રાજીનામા બાદ આરોપી સેક્રેટરી તરીકે નિમણૂક થઈ હતી. તા ૩૦/૦૩/૨૩ વાળા બનાવ સંદર્ભે આરોપીના પિતાએ પણ ફરિયાદ નોંધાવી હોવાની વિગત બહાર આવી હતી. સમગ્ર મામલે એડવોકેટ કે ડી મલેક ની દલીલો તેમજ ફરિયાદ ચાર દિવસ બાદ કોઈ પણ પ્રકારના ખુલાસા વગર નોંધાઈ હોવાનું બહાર આવ્યુ હતુ સમગ્ર મામલે હાલોલના એડી સેશન્સ જજ અને સ્પેશીયલ જજ પોક્સો પંચમહાલ હાલોલના વી એન મપારા સાહેબે આરોપીને છેડતી અને પોક્સો એક્ટ ના ગુનામાં નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ કરી ખોટી ફરિયાદ કરવા બદલ ફરિયાદી ઉપર આઇપીસી કલમ ૨૧૧ મુજબ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

Back to top button
error: Content is protected !!