BANASKANTHAKANKREJ
કાંકરેજ તાલુકાના ચાંગામાં આર્મીમેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
કાંકરેજ તાલુકાના ચાંગા ગામના ચૌધરી જૈવિકકુમાર માનસુંગભાઈ ધોરણ ૧ થી ૮ ચાંગા પ્રાથમિક શાળા,ધોરણ ૯ થી ૧૦ ચાંગા ઉચ્ચતર માધ્યમિક શાળા અને ધોરણ ૧૧/૧૨ શ્રી વિનય વિદ્યા મંદિરમાં શિક્ષણ પ્રાપ્ત કરી મહારાષ્ટ્રના નાસિક ખાતે ગત તા.૦૧/૧૧/૨૦૨૩ થી તા.૦૪/૦૬/૨૦૨૪ સુધી ૬ મહિનાની આર્મીમાં (અગ્નિવીર) ટ્રેનીંગ પૂર્ણ કરી આજરોજ તા.૦૬/૦૬/૨૦૨૪ ના રોજ માદરે વતન ચાંગા ખાતે પધારતા ગ્રામજનો દ્વારા શ્રી ખોડીયાર ગૌ શાળાએથી તેમના નિવાસસ્થાન ફાર્મ હાઉસ સુધી ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ.જૈવિક ચૌધરીએ માતા- પિતાને સલામી આપી આશીર્વાદ લીધા હતા.વિશાળ સંખ્યામાં સ્નેહીજનો હાજર રહી સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



