GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:વી.એમ.શાહ અંગ્રેજી મીડિયમ અને ગુજરાતી મીડિયમ શાળામાં યોગ શિબિર યોજાઈ,પતંજલિ કેન્દ્રીય પ્રભારી આદિત્ય-દેવજીએ આ યોગ સત્ર નું નેતૃત્વ કર્યું.

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૪.૧૨.૨૦૨૪

હાલોલ ના ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ અંગ્રેજી મીડિયમ અને ગુજરાતી મીડિયમ શાળા માં યોગ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ વખત ના વિશ્વ-વિક્રમ ધારક હરિદ્વાર થી પધારેલ યોગ નિષ્ણાંત બાબા રામદેવજીના શિષ્ય પતંજલિ કેન્દ્રીય પ્રભારી આદિત્ય-દેવજી એ આ યોગ સત્ર નું નેતૃત્વ કર્યું હતું.જેમાં યોગ દ્વારા ધ્યાન,એકાગ્રતા, માનસિક શક્તિ વધારવાની અને સ્વસ્થ જીવન જીવવા માટે યોગ ના અસંખ્ય લાભો અંગે માહિતી આપવામાં આવી તેમની સાથે પતંજલિ યુવા ભારત સ્વામી સનાતન દેવજી, યુવા ભારત પતંજલિ રાજ્ય પ્રભારી લક્ષ્મણભાઈ ગુરુવાણી,યુવા ભારત પતંજલિ રાજ્ય પ્રભારી રાજેશભાઈ પંચાલ દ્વારા “યોગ” ના વિવિધ આયામો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી આમ આ સમગ્ર કાર્યક્રમ માં હાલોલ મહાજન ઊંચ્ચાં શિક્ષણ મંડળ ના માનદ મંત્રી સમીરભાઈ શાહ સાથે વી.એમ.શાહ અંગ્રેજી માધ્યમ ના આચાર્ય રાજનીકાંત ધમલ સાથે વી.એમ.શાહ ગુજરાતી માધ્યમ માધ્યમિક વિભાગ ના આચાર્ય મૃગેન્દ્રસિંહ સોલંકી અને વી.એમ.શાહ ગુજરાતી માધ્યમ પ્રાથમિક વિભાગ ના આચાર્ય હર્ષાબેન શુકલ સાથે શાળા ના દરેક વિભાગ ના સુપરવાઈઝર શાળાના દરેક વિભાગ ના શિક્ષક ગણ તેમજ વી.એમ.શાહ અંગ્રેજી માધ્યમ અને વી.એમ.શાહ ગુજરાતી માધ્યમ ના તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ ના વાલી એ આ યોગ કાર્યક્રમ માં પોતાની ઉપસ્થિતી નોંધાવી આજ ના યોગ કાર્યક્રમ નો લાભ મેળવ્યો હતો.

Back to top button
error: Content is protected !!