હાલોલમાં માતા- પિતાએ પુત્રીને અભ્યાસ કરાવાની ના પાડતા પુત્રીની મદદે હાલોલ 181 ટીમ પહોંચી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૦.૭.૨૦૨૪
હાલોલ તાલુકાના સી.ટી નજીકના વિસ્તાર માથી એક મહિલાનો કૉલ આવેલ અને જણાવેલ કે મારા માતા પિતા મારપીટ કરે છે સગાઈ કરી હતી ત્યાંજ લગ્ન કરવાનું કહે છે અને મારે ત્યાં લગ્ન કરવા નથી.કૉલેજમાં એડમિશન લેવું છે પરંતુ ડોક્યુંમેન્ટ આપતા નથી.તેથી હાલોલ 181 ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.અને પિડિત બહેન સાથે વાતચિત કરી હતી.પછી તેના માતા પિતા સાથે વાતચિત કરી જેમાં પિડિત બહેન સ્કૂલમાં જતી હતી ત્યારે તે છોકરાઓના કોન્ટેકમાં આવીને તે સ્કૂલમાંથી બહાર નીકળી જતી હતી.ત્યારે તે બાબતે સ્કૂલમાં જાણ થતા ત્યાથી તેનાં ટીચરે પિતાને બોલાવી સર્ટીફીકેટ આપી દીધું હતું. તેથી બે વર્ષ સુધી અભ્યાસ બંધ કરાવેલ.પરંતુ અલગ અલગ છોકરાઓ ઘરે આવીને મારપીટ કરી જતા હતા. તે માટે માતા પિતા લગ્ન માટે સગાઈ નક્કી કરી.તો પણ બહેનના મોબાઈલ પર એક છોકરા નો વારંવાર કૉલ આવતો હતો અને તે પિતા ને ઘમકી પણ આપતો તેમાં માતા-પિતાએ તેની દિકરીને પૂછતાજ કરી તેમાં તેમ જણાવ્યું હતું કે એતો મારો પ્રેમી મિત્ર છે અને મારે લગ્ન પણ કરવા છે તે વાત સાંભળીને પિતા ખુબજ ગુસ્સે થઈ ગયા હતા અને તેની એકની એક જ દિકરીને ખુબજ માર માર્યો હતો.અને દિકરી આગળના અભ્યાસ કરવા ઇચ્છતી હતી પરંતુ તેને કોલેજ માં જવાની ના પાડી દીધી અને તેના બધાજ ડોક્યુમન્ટ , મોબાઈલ ફોન લઈ લીધા હતા.તેમજ ઘરની બહાર નીકળીશ તો મારી નાખીશું તેવી ઘમકી પણ આપી હતી.જેથી મહિલાએ તેના પિતા અને માતા ને સમજાવવા 181 ટીમ ની મદદ લીધી હતી.181 ટીમ નાં કાઉન્સેલર મધુબેન દ્વારા મહિલાની વાત સાંભળી પછી તેના માતા -પિતા સાથે વાતચિત કરી સમજાવેલ.પરંતુ તેના પિતા પુત્રી માટે ખૂબ મહેનત કરતા પરંતુ દિકરી સમજતી ન હોય ત્યારે 181 ટીમે પુત્રી ને સમજાવેલ.અને દિકરી ભણાવવા નાં ખર્ચાઓ માટે તેના પિતા દુકાનમાં કામ કરવા પણ જતા. ત્યારબાદ પોતાની દુકાન બનાવી હતી.અને ખર્ચા પૂર્ણ કરતા હતા તેથી પિડિત મહિલાને અસરકારક સમજાવેલ.પછી તેના મમ્મીને સમજાવેલ.તેઓ દિકરીને મારપીટ નહિ કરવા નું જણાવ્યુ હતું.અને પોતાની ભૂલ સ્વીકારી હતી.પછી તેને કાયદાકીય સલાહ આપી ફરિ દિકરી ને કોઈ પણ પ્રકારની ધાકધમકી નહિ કરે તેની બાહેધરી આપી હતી.પછી દિકરીએ પણ પોતાની ભૂલ સમજાઈ હતી અને લાઇફ નું વિચારી અભ્યાસમાં ઘ્યાન આપવા જણાવ્યું હતું.આમ બંને પક્ષ ને અસરકારક સમજાવી સુખદ સમાધાન કરાવ્યું હતું.





